તમારી આ આદત તમને પિતા નહી બનવા દે... !!
સંતાનને જન્મ આપવા માટે પતિ-પત્ની બંનનુ પૂર્ણ રૂપે સક્ષમ હોવુ જરૂરી છે. જ્યા સુધી પુરૂષોની વાત છે તો તેમના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા તેમની ગતિ અને આકાર એક નક્કી પ્રમાણ મુજબ હોવા ખૂબ જરૂરી હોય છે. આવુ ન થતા તે નિષેચન(ફર્ટિલાઈઝેશન)માં નિષ્ફળ થાય છે. અનેકવાર કેટલાક બહારી કારણોથી શુક્રાણુઓનુ નિર્માણ અવરોધાય છે અને પુરૂષ પ્રજનનમાં અક્ષમ થઈ જાય છે. એક શોધમાં જોવા મળ્યુ છે કે નિ:સંતાન દંપતીઓના લગભગ 30 ટકા મામલો આવી જ સ્થિતિ હોય છે.
ઉલ્લેખનીય છે કે પુરૂષોમાં રોજ લાખો શુક્રાણુઓનુ નિર્માણ થાય છે અને આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. પણ તેને પરિપક્વ થવામાં 75 દિવસનો સમય લાગે છે. જો કોઈ કારણસર શુક્રાણુ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો ફરી સ્થિતિ સુધરવામાં એટલો જ સમય લાગે છે. જેના અનેક કારણો હોઈ શકે છે. તો આવો જાણીએ આ કારણૉ વિશે...
- લેપટોપ- જો તમને લેપટોપને કાયમ ખોળામાં લઈને કામ કરવાની ટેવ છે તો આ ટેવ છોડી દો. લેપટોપની ગરમીથી અંડકોષોનુ તાપમાન વધી જાય છે અને શુક્રાણુઓના નિર્માણની પ્રક્રિયા બંધ થઈ જાય છે. જેનાથી તમારા પિતા ન બનવાનુ સંકટ વધી જાય છે.
- હોટ ટબ - જો તમે હોટ ટબમાં 30 મિનિટથી વધુ સમય સુધી ગરમ પાણીના ટબમાં બેસીને ન્હાશો તો શુક્રાણુઓનુ નિર્માણ થવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. જો આ રીતે ન્હાવુ બંધ કરી દેવામાં આવે તો શુક્રાણુઓના નિર્માણની પ્રક્રિયા ફરી સામાન્ય થઈ જાય છે.
-ખૂબ જ તાવ - જો તમને ખૂબ જ તાવ છે તો તેનો પણ એ જ પ્રભાવ પડે છે. જે હોટ ટબમાં ન્હાવાથી થાય છે. વર્ષ 2003માં પ્રકાશિત એક શોધ મુજબ ખૂબ જ તાવ પછી શુક્રાણુઓની સઘનતા 35 ટકા સુધી ઓછી થઈ જાય છે.
- આ સર્વ ઉપરાંત ધૂમ્રપાન, તંબાકૂ અને દારૂનુ વ્યસન પણ શુક્રાણુઓને સંખ્યા તેના આકાર અને ગતિને પ્રભાવિત કરે છે.