બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 મે 2021 (15:24 IST)

અમદાવાદમાં રિવરફ્રન્ટ ફેઝ-2ના 1.25 કિમીના વિકાસ કામનું ખાતમુહૂર્ત થયું, હવે પૂર્વથી પશ્ચિમને જોડતો બેરેજ કમ બ્રિજ બનશે

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1માં લોકો માટે સુવિધાઓનો વધારો કર્યા બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા ફેઝ-2 ની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1.25 કિમીની લંબાઈમાં રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટેનું ખાત મહૂર્ત વર્ચુઅલી કરવામાં આવ્યું. સાથે જ નંદીના બંને છેડાને જોડતો બેરેજ કમ બ્રિજ માટે ફેઝ-2 અંતર્ગત મંજૂરી લેવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટના ડાયરેક્ટર આર.કે મહેતાએ કહ્યું હતું કે, પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર કિનારા વચ્ચે વધારાનો નવો બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે, જેથી એરપોર્ટ જનારા લોકો જેમને ડફનાળા થઈને જવું પડે છે, તેઓ સીધા કેમ્પ સદર બજાર પાસે કનેક્શન મળે. જેની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.સાબરમતી રિવરક્રન્ટ પ્રોજેક્ટ(ફેઝ-2) અંર્તગત નદીની બન્ને બાજુ ડફનાળાથી ઈન્દિરાબ્રીજ સુધીના એવરેજ 5.50 કિ.મીની નદીની લંબાઇમાં (બન્ને બાજુ ઉપર કુલ 11 કિ.મી.) અંદાજીત રૂ. 850 કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. જેમાં સ્ટેપ્પડ એમ્બેન્કમેન્ટની ડિઝાઇન કરી મહત્તમ વૃક્ષો ઉગાડી એક્ટીવ તથા ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ફેઝ- 2 બનવાની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટેરા સ્ટેડિયમ તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પણ કનેક્ટિવિટી સાથે વિકસાવવામાં આવશે.રિવરફ્રન્ટ પ્રોજેક્ટની શરૂઆત લોકો માટે એવા સ્થળોની જરૂરિયાત પુરી કરવાથી થઇ હતી જ્યાં લોકો પોતાના સ્વજનો સાથે સમય પસાર કરી શકે. સાથે જ તેમની સુખાકારીમાં વૃદ્ધિ થાય. રિવરફ્રન્ટ ફેઝ-1 અંતર્ગત ઇવેન્ટ સેન્ટર, ધોબી ઘાટ, ગુજરી બજાર, રોડ, અંડર પાસ, તેમજ વિવિધ બાગ બગીચાના કાર્યો, બાયો ડાયવર્સીટી તેમજ મોટા પાયે વૃક્ષારોપણના કાર્યો પૂર્ણ કરેલ છે તદુપરાંત મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આઇકોનિક ફુટ ઓવર બ્રિજ જેવી ફેસિલિટીના કર્યો પણ ગતિમાં છે.