ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (00:18 IST)

Vastu Tips: ઉત્તર દિશામાં માથું કરીને સૂઈ જઈએ તો શું થાય ? જાણો સૂવાની સાચી રીત

Vastu Tips: બેડ પર સૂતી વખતે, આપણે ઘણીવાર આપણું માથું કોઈપણ દિશામાં કરીને સૂઈ જઈએ છીએ. આપણને ખ્યાલ પણ નથી હોતો કે તેની શું અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવા અંગેના પણ  નિયમો બતાવ્યા છે, જેને અપનાવીને તમે તમારું સ્વાસ્થ્ય સારુ  રાખી શકો છો. તો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂવાની વાત કરીશું. ચાલો જાણીએ કે જો તમે ઉત્તર દિશામાં માથું કરીને સૂઈ જાઓ તો શું થાય છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાની વિરુદ્ધ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું સારું નથી. વાસ્તવમાં પૃથ્વીમાં ચુંબકીય શક્તિ છે, તેથી જ ચુંબકીય પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશામાં સતત વહે છે.
 
વાસ્તુ અનુસાર, જ્યારે આપણે દક્ષિણ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે આ ઉર્જા આપણા માથાની બાજુથી પ્રવેશે છે અને પગની બાજુથી બહાર નીકળી જાય છે. આ રીતે વ્યક્તિ સવારે ઉઠે છે અને તાજગી અનુભવે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર તરફ માથું રાખીને સૂવા પર, ચુંબકીય પ્રવાહ પગમાં પ્રવેશ કરે છે અને માથા સુધી પહોંચે છે, જેના કારણે માનસિક તણાવ વધે છે અને સવારે ઉઠવા પર મન ભારે રહે છે.
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ, એટલે કે કુદરતી રીતે તેના પગ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ, પરંતુ ક્યારેય પણ ઉત્તર અને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં.