શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: રવિવાર, 23 ફેબ્રુઆરી 2020 (13:30 IST)

Motera Stadium મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન નહી કરે ડોનાલ્ડ ટ્રંપ

ગુજરાત ક્રિકેટ એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ નહી કરે. જીસીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મોટેરાના નવા ક્રિકેટ સ્ટેડિયમને 24 ફેબ્રુઆરીના રોજ આયોજિત કરવામાં આવનાર કાર્યક્રમ નમસ્તે ટ્રંપ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું ઉદઘાટન પછી કરવામાં આવશે. પહેલાં અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ સ્ટેડિયમનું ઉદઘાટન ડોનાલ્ડ ટ્રંપના હાથે કરવામાં આવશે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઇ ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે જેમાં એક લાખ દસ હજાર દર્શકો એકસાથે બેસી શકશે.
 
ધનરાજે કહ્યું કે આ પ્રોગ્રામનું નામ નમસ્તે ટ્રંપ છે અને આ કાર્યક્રમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મેજબાની માટે આયોજિત કરવામાં આવી રહી છે. નક્કી કાર્યક્રમ અનુસાર ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ રોડ શો બાદ આ સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કરશે. અમેરિકામાં ગત વર્ષે આયોજિત 'હાઉડી'ના આધારે આ કાર્યક્રમનું નામ 'નમસ્તે ટ્રંપ' રાખવામાં આવ્યું છે. 
 
તમને જણાવી દઇએ કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને તોડીને ફરીથી અહીં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. હવે સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભાઇ પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ પહેલાં સ્ટેડિયમમાં 50 હજાર દર્શકોને બેસવાની વ્યવસ્થા હતી જેને વધારીને એક લાખ દસ હજાર કરી દેવામાં આવી છે. આ સ્ટેડિયમમાં ક્રિકેટ ઉપરાંત ઘણી અન્ય રમતોની મેજબાનીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.