યૂપીમાં વિચિત્ર બાળકનો થયો જન્મ, બાળકના માથાથી લઈને કમર સુધી શરીર ઉગ્યા છે વાળ
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિચિત્ર બાળકનો જન્મ થયો છે. આ બાળકને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. હરદોઈ જિલ્લાથી લઈને ઈન્ટરનેટ જગતમાં આ બાળકની ચર્ચા થઈ રહી છે. બાળકીને જોવા માટે લોકો હોસ્પિટલની બહાર ઉમટી રહ્યા છે.
શું છે આ રોગ ?
બાળકના શરીરના પાછળના ભાગે કમરથી માથા સુધી કાળા વાળ ઉગી ગયા છે. આ અંગે ડોક્ટરે જણાવ્યું કે બાળકને જાયન્ટ કોન્જેનિટલ મેલાનોસાયટીક નેવુસ નામની બીમારી છે. જેના કારણે બાળકના શરીર પર વાળ ઉગી ગયા છે. આ બાળકનો જન્મ થતાંની સાથે જ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય ગેરંટી કાર્યક્રમની ટીમને જાણ કરવામાં આવી હતી. બાળકની બિમારી સામે આવ્યા બાદ તેને લખનૌ મોકલવાની તૈયારી કરવામાં આવી છે. બાળકનો જન્મ હરદોઈ જિલ્લાના બાવન સીએચસીમાં થયો છે
હાલ બંને સ્વસ્થ છે
આ સંદર્ભમાં માહિતી આપતાં સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, તેમણે તેમની 22 વર્ષની કારકિર્દીમાં આવો કેસ જોયો નથી. ડોક્ટરની ટીમે જણાવ્યું કે બાળક જલ્દી સ્વસ્થ થઈ જશે. સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે બાળક અને માતા બંને સ્વસ્થ છે. આ સમાચાર હરદોઈમાં આગની જેમ ફેલાઈ ગયા અને દરેક લોકો બાળકને જોવા માટે પહોંચી ગયા.