ભારતની હાર પર અનુપમનુ ટ્વીટ - ગુસ્સામાં લોકોએ કહ્યુ - વિરાટ હટાવો, વિરાટમાં ધોની જેવુ દિમાગ નથી
ચેમ્પિયંસ ટ્રોફી 2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારત પર અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવીને ખિતાબી મુકાબલો પોતાને નામ કર્યો. 339 રનોના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ ફક્ત 158 રન બનાવી શકી. ગત વિજેતા ભારતીય ટીમને પાકે 180 રને હરાવ્યુ.
ભારત-પાક વચ્ચે મુકાબલો ફક્ત ક્રિકેટ કૌશલનો જ નહી પણ દબાણનો પણ હતો. ક્રિકેટરો માટે આ મેચ ફક્ત એક મુકાબલો નહોતો પણ લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે તેનાથી પણ વધુ હતો. એક બાજુ મુકાબલો જીતનારી ટીમ પર પ્રેમ અને પુરસ્કારનો વરસાદ થયો તો બીજી બાજુ હારનારી ટીમને એટલી જ આલોચના ઝીલવી પડી.
ભારતની હાર પર બધા ઈંડિયંસે દુખ બતાવ્યુ. આ દરમિયાન બોલીવુડ એક્ટરે પણ ટ્વીટ દ્વારા પોતાની ફિલિંગ જાહેર કરી. અનુપમ ખેરે ટ્વીટ કરતા લખ્યુ, 'ઘણા ડ્રાફ્ટ બનાવ્યા મે આ ટ્વીટના.. સ્માર્ટ વાત લખવાનો પ્રયત્ન કર્યો. પણ સત્ય એ છે કે આપણે મેચ હારી ગયા. ખરાબ તો લાગી રહ્યુ છે.. ચાલો હવે નેક્સ્ટ ટાઈમ..
અનુપમના આ ટ્વીટ પર લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ ખેરને સાંત્વના આપી તો કેટલાકે ફ્રસ્ટેશનમાં તેમને ખરુ ખોટુ કહ્યુ. એક એતો એવુ પણ કહી દીધુ કે વિરાટે રાજીનામુ આપી દેવુ જોઈએ.