ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (14:26 IST)

ભાજ૫-કોંગ્રેસ વચ્ચે સમાધાનના પ્રયાસો નિષ્ફળ : અવિશ્વાસની દરખાસ્ત નિશ્ચિત

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવાના મામલે થોડા દિવસોથી ચાલી રહેલા સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા છે. છેલ્લી ક્ષણ સુધી બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હતાં. જે નિષ્ફળ ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. જેના ૫ગલે આજે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવશે. આ દરખાસ્ત દાખલ થયાના 7 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે. જો કે અત્યાર સુધીમાં ઘણી વખત આવી દરખાસ્તો થઇ ચૂકી છે. ૫રંતુ ક્યારેય તેના ઉ૫ર ચર્ચા થવા સુધી વાત ૫હોંચી નથી.

આ વખતે ૫ણ દરખાસ્ત મામલે ચર્ચા થશે કે સમાધાન એ આગામી દિવસોમાં નક્કી થશે ! પણ આજે દરખાસ્ત રજૂ થશે એ વાત નિશ્ચિત બની છે. કોંગ્રેસ હવે પોતાના 3 સસ્પેન્ડેડ ધારાસભ્યોનુ સસ્પેન્શન રદ્દ કરાવવા માંગે છે. ત્યારે કોંગ્રેસ ગૃહમાં અધ્યક્ષ સામે જ અવિશ્વાસની દરખાસ્ત લાવી રહી છે. વિધાનસભાના નિયમ 52 હેઠળ અધ્યક્ષને કાર્યવાહી માટે વિશેષાધિકાર છે, અત્યાર સુધી 17 અધ્યક્ષો સામે અવિશ્વાસ દરખાસ્તની ગૃહમાં આવી છે. પણ તેના ઉપર ક્યારેય ચર્ચા થઇ નથી. નિયમ 103 મુજબ નોટિસ આપ્યાના 14 દિવસ બાદના સાત દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવને ગૃહમાં રજુ કરવો પડે, અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ થયા ના એક સપ્તાહમાં પ્રસ્તાવ પર ચર્ચા થશે.  કોંગ્રેસી ધારાસભ્યોનુ સસ્પેન્શન બજેટ સત્ર સમાપ્તિ સુધી ટુંકાવી દેવામાં આવે તેવી કોંગ્રેસની ઇચ્છા છે. કોંગ્રેસનો તર્ક છે કે અધ્યક્ષ પણ નિયમોથી જ બંધાયેલા છે, તેઓ પણ નિયમ બહાર જઇને કોઇ નિર્યણ કરી ન શકે. વિધાનસભાના નિયમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કોઇ ધારાસભ્યને એક વર્ષ કે ત્રણ વર્ષ માટે ગૃહની બહાર રાખી શકાય, ધારાસભ્યએ પ્રજાનો પ્રતિનિધિ છે, જેથીને તેને વિધાનસભાની બહાર રાખી શકાય નહીં. જેના માટે કોગ્રેસ હવે અન્ય રાજ્યોના અધ્યક્ષોના રુલિંગ,  બંધારણિય જોગવાઇ, વિધાનસભા ચાલુ થયાના દિવસેથી અધ્યક્ષની ભુમિકા અંગેનુ સીસીટીવી ફુટેજ, સભ્યોના ટ્રાન્સસ્ક્રીપ્ટ,  વગેરેની માગણી કરી છે. સત્તા પક્ષ અવિશ્વાસની દરખાસ્તને ગૃહમાં ચર્ચા માટે વિલંબમાં મુકી શકે છે, જેના માટે તેઓ ચર્ચાને 28 માર્ચ સુધી પણ લંબાવી શકે છે, તો સાથે વહેલા ગૃહની સમાપ્તિ કરીને આવતા  સત્રમાં ચર્ચા થાય તેવા પરિબળોનો નિર્માણ કરી શકે છે, જેથી કોગ્રેસના ધારાસભ્યોનુ સ્પેન્શન યથાવત રહે અને સત્તા પક્ષને  સમાધાન માટે વધુ સમય મળી શકે. કોગ્રેસની શરતોનો સ્વિકાર થાય તો વિપક્ષ સ્વયં અવિશ્વાસ દરખાસ્તને પરત ખેચી લે તેવુ પણ બની શકે છે.  અથવા તો ચર્ચા સમયે દરખાસ્ત કરનાર ધારાસભ્ય ગૃહમાં ઉપસ્થિત જ ના રહે ! જેથી ચર્ચામાંથી બચી શકાય, અને આ દરખાસ્ત ઉડી જાય.