હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ કંઈ ઉપાસના રહેશે શુભ
હનુમાન જન્મોત્સવ પર કરવામાં આવેલી ઉપાસના ખૂબ ફળદાયક હોય છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શિવના એકાદશ રૂદ્રઅવતાર હનુમાનજીનો જન્મ થયો છે. આવો જાણીએ આ દિવસે તમારી રાશિ મુજબ કંઈ ઉપાસના શુભ છે.
મેષ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોને વહેચો
વૃષ રાશિ - રામચરિતમાનસના સુંદર કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગળ્યો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો
મિથુન - રામચરિત માનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો
કર્ક રાશિ - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફુલ ચઢાવીને જળમાં પ્રવાહિત કરો.
સિંહ રાશિ - રામચરિત માનસના બાળકાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો.
કન્યા રાશિ - રામચરિત માનસના લંકા કાંડનો પાઠ કરો અને હનુમાનજીને શુદ્ધ ઘી ના 6 દીપક પ્રગટાવો.
તુલા રાશિ - રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોને વહેચો
વૃશ્ચિક રાશિ - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો
ધનુ રાશિ - રામચરિત માનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મઘ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં ખાવ
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસૂર ચઢાવીને માછલીઓને ખવડાવો
કુંભ રાશિ - રામચરિતમાનસના ઉત્તરકાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠી રોટલી ચઢાવીને ભેંસોને ખવડાવો
મીન રાશિ - હનુમંત બાહુકનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવો