ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ માંગરોળમાં 10 અને વેરાવળમાં 7 ઈંચ
ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈ સુધી હજુ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ NDRFની કુલ 9 ટીમો તૈનાત કરી દેવાઇ છે.
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર માં વરસાદ ની આગાહી, સૌરાષ્ટ્ર માં શનિવાર સુધી ભારે વરસાદ નું ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, દીવ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ સહીત માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી, તંત્ર સતર્ક એન ડી આર એફ અને એસ ડી આર એફ સહીત ટિમો સ્ટેન્ડ
સોમનાથ વેરાવળમાં સાડા છ ઈંચ ધોધમાર વરસાદ વરસી જતા રાજેન્દ્રવુવન રોડ, સુભાષરોડ, બસ સ્ટેન્ડ, ગાંધી રોડ, હરસિધ્ધિ, હૂડકો, સોમનાથ ટોકિઝ, શાંતિનગર સહિત વિસ્તારોમાં બે ફૂટ જેટલા પાણી ભરાતા વાહનચાલકોએ પસાર થવું મૂશ્કેલ બની ગયું હતું.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ગત રાત્રિના એક વાગ્યે લોકો નિદ્રાધીન હતા ત્યારે તોફાની વરસાદ શરૂ થયો હતો અને આભ ફાટયું હોય તેમ માત્ર 12 કલાકમાં જ 13 ઈંચ વરસાદ વરસી ગયો હતો.