શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (10:44 IST)

હાફિઝ સઈદને લાહોરમાં નજરકેદ, ટ્રમ્પના ડરથી પાકિસ્તાને પગલાં લીધાં

ડોનાલ્ડ ટ્રપના અમેરિકાના પ્રમુખપદ પર આવતાની સાથે જ તેની અસર પાકિસ્તાનમાં દેખાઈ હોય તેવું સોમવારે બન્યું. ટ્રમ્પના પ્રશાસનમાં આવતા જ પાકિસ્તાન એવું ગભરાયું છે કે, જમાતે-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઈદને લાહોરમાં હાઉસ એરેસ્ટ કરવાના સમાચાર સોમવારે સામે આવ્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે લાહોરમાં હાફીસ સઈદના હાઉસ એરેસ્ટની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે જ પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલીખાને મીડિયાને કહ્યું હતું કે જમાત-ઉદ-દાવાનાં ચીફ હાફિઝ સઈદને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાન મીડિયા તેને ટ્રમ્પ સરકારનાં ડરથી ઉઠાવેલ કદમ ગણાવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 7 મુસ્લિમ દેશોનાં નાગરિકોનાં અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. એમ માનવામાં આવે છે કે પાકિસ્તાન પર પણ અમેરિકા પ્રતિબંધ મુકી શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આતંકવાદ ફેલાવતા દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવશે.