સરકારી યોજના અને સેવા વધુ લોકભોગ્ય કેમ બનાવવી ? કલેકટરએ કમૅયોગીઓ પાસેથી માગ્યા સૂચનો
રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯ થી ૨૫ ડિસેમ્બર એક સપ્તાહ સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ઇન્ચાર્જ કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા આજરોજ જિલ્લાના તમામ અધિકારીઓની એક બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લાના ૨૪ થી વધારે વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના ફાયદાકારક જરૂરી સૂચનો નવા આઈડિયા કે અભિપ્રાયો હોય,તો તે રાજ્ય સરકારને મોકલવા જણાવ્યું હતું.
આ આઈડિયા કે સૂચનો નો હેતુ ગામડાઓમાં છેવાડાના લાભાર્થીઓને સરકારી બધી યોજનાઓનો લાભ લઇ શકે અને જે લોકોએ રાજ્ય સરકારના યોજનાઓનો લાભમા બાકી રહેતા લોકોને કયા કારણોસર લાભ મળેલ નથી. તે પણ સર્વે કરવા જણાવ્યું હતું.
વધુમાં આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, માનનીય રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા વડોદરા જિલ્લામાં ૫૩૬ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં વધુમાં વધુ ખેડૂતો જોડાવા અપીલ કરી હતી. આ બેઠકમાં સ્વાગત પ્રવચન નિવાસી અધિક કલેકટર બી. એસ. પ્રજાપતિએ કર્યું હતું.