રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 મે 2018 (07:00 IST)

GSEB HSC Result 2018: ગુજરાત બોર્ડના 12માંનું આર્ટ્સ અને કોમર્સનુ પરિણામ જોવા ક્લિક કરો

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (GSEB)એ 12મા ધોરણ કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરિણામની જાહેરાત ગુજરાત બોર્ડૅની અધિકારિક વેબસાઈટ  gseb.org પર કરવામાં આવી છે. આ પહેલા બોર્ડે 10 મે ના રોજ 12 સાયંસ સ્ટ્રીમના પરિણામ જાહેર કર્યા હતા. 
 
GSEB HSC Result 2018 આ રીતે ચેક કરો 
 
- સૌ પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર  જાવ 
- GSEB HSC General Stream Result 2018  લિંક પર ક્લિક કરો 
- તમારો રોલ નંબર નામ એંટર કરો અને સબમિટ પર ક્લિક કરો 
- તમારુ રિઝલ્ટ સ્ક્રીન પર ફ્લેશ થઈ જશે. 
- ભવિષ્ય માટે રિઝલ્ટની પ્રિંટ આઉટ પણ લઈ લો . 
 
-પહેલા એવુ કહેવાય રહ્યુ હતુ કે પરિણામનુ એલાન સવારે 9 વાગ્યે થશે પણ બોર્ડે સવારે 7 વાગ્યે જ પરિણામ જાહેર કરી દીધુ. જેમાં કુલ 55.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 505 કેન્દ્ર તેમજ પેટા કેન્દ્ર પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 4,74,507 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2,60,263 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 છે, જે ગત વર્ષ 127 હતી.