બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: નવી દિલ્હી: , મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (13:50 IST)

Budget 2022: બજેટમાં મોબાઈલ ફોન ચાર્જર સહિત આ વસ્તુઓ થઈ સસ્તી, જાણો શુ શુ થયુ મોંઘુ

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં જાહેરાતો દ્વારા જણાવ્યું કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી થશે. વાસ્તવમાં, તેમણે તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી, આયાત ડ્યુટી સહિત તમામ ડ્યુટી વધારવા અને ઘટાડવાની વાત કરી હતી. ચાલો જાણીએ આ જાહેરાતોને કારણે શું સસ્તું અને શું મોંઘું થશે.
શુ શુ થશે સસ્તુ ? 
 
ચામડું, કાપડ, કૃષિ સામાન, પેકેજિંગ બોક્સ, મોબાઈલ ફોન ચાર્જર અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તી થશે. જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.  એમએસએમઈ ને ટેકો આપવા માટે સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મેન્થા ઓઈલ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો. ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ વગેરે પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
 
શુ શુ થયુ મોંઘુ ?
 
કેપિટલ ગુડ્સ પર આયાત જકાતમાંથી મુક્તિ ખતમ કરતા 7.5 ટકા આયાત જકાત લાદવામાં આવી છે. ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેથી તેની આયાત ઘટાડી શકાય. વિદેશી છત્રી પણ મોંઘી થશે. આ સિવાય આ વર્ષે ઓક્ટોબરથી નોન-બ્લેન્ડિંગ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટરના દરે એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે.