બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (18:09 IST)

Aryan Khan Gets Bail: આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટએ આપી જામીન, પરંતુ આજની રાત હજુ જેલમાં વીતાવવી પડશે

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) લગભગ 25 દિવસ પછી તેને જામીન મળી ગયા. બોમ્બે હાઈકોર્ટે 3 દિવસની દલીલો બાદ આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જસ્ટિસ નીતિન સાંબ્રેએ  જામીન આપવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે આ મામલા પર હાઈ કોર્ટનો સમગ્ર નિર્ણય આવતીકાલે બપોરે કે સાંજ સુધી આવવાની આશા છે અને ત્યારબાદ જ રિલીજ ઓર્ડર રજુ થશે. જો બપોર સુધીમાં હાઈકોર્ટનો વિગતવાર નિર્ણય આવશે તો સાંજ સુધીમાં ત્રણેયને મુક્ત કરી દેવામાં આવશે. જો તેમાં વિલંબ થશે, તો તેમની મુક્તિ શનિવારે જ શક્ય બનશે.
 
ચુકાદા બાદ આર્યનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે મારા અસીલને જામીન મળી ગયા છે. તેમણે કહ્યું હતું કે હાઇકોર્ટનો વિગતવાર નિર્ણય આવશે તેના પછી આવતીકાલે અથવા બીજા દિવસે આર્યનને મુક્ત કરવામાં આવશે. આ સાથે જ આ નક્કી થઈ ગયુ છે કે આર્યન ખાન પોતાના ઘરે 'મન્નત'માં દિવાળી ઉજવી શકશે.
 
અનિલ સિંહે બેલના વિરોધમાં આપી દલીલો 
 
અનિલ સિંહે આજે કોર્ટમાં કહ્યું કે, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ નિયમિતપણે ડ્રગ્સ લે છે. તે પણ બહાર આવ્યું છે કે સખત ડ્રગ્સ બલ્ક ક્વોંટિટીમાં હાર્ડ ડ્રગ્સ ખરીદવામાં આવી. તે ડ્રગ્સ પેડલર્સ સાથે પણ સંપર્કમાં છે. અચિત ડ્રગ્સનો વેપારી છે. ક્રુઝમાંથી તેની ધરપકડ કરવામાં આવી નથી.
 
આર્યન અને અરબાઝ બાળપણના મિત્રો છે. તેઓ સાથે મુસાફરી કરતા હતા અને એક જ રૂમમાં રહેવાના હતા. જો બે લોકો સાથે હતા. તેમણે સાથે જ ટ્રાવેલિંગ કર્યુ અને તેમાથી એકને ખબર છે કે બીજા પાસે ડ્રગ્સ છે અને તે લે છે તો પહેલી વ્યક્તિ કોંશિયસ પઝેશનમાં છે. તેણે જજ સામે આર્યનની ચેટ્સ પણ મુકી. 
 
અનિલ સિંહે કહ્યું, આ લોકો કહી રહ્યા છે કે અમે મેડિકલ ટેસ્ટ નથી કરાવ્યો. અમે ડ્રગ્સ રાખવા અંગે ચર્ચા કરી રહ્યા છીએ. આર્યનની જાણમાં ડ્રગ્સ હતું. આ કોન્શિયસ પોઝિશન છે. એનસીબી વતી દલીલ કરવામાં આવી હતી કે તમામ 8 લોકોને અલગ-અલગ પ્રકારનુ ડ્રગ્સ એક જ દિવસે એક જ જગ્યાએથી મળી હતી. તમે જુઓ કે ડ્રગ્સ કેવુ  છે અને તેનું પ્રમાણ શું છે.