શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (17:08 IST)

Aryan Khan Bail Plea Hearing Live: ડ્રગ્સ મામલે બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને આપી જામીન, 26 દિવસ પછી આજે શાહરૂખ-ગૌરીની મન્નત થઈ પુરી

બઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી(Cruise Drugs Case) કેસમાં આર્યન ખાનની જામીન અરજી બોમ્બે હાઈકોર્ટમાં આજે એટલે કે ગુરુવારે ચાલી રહી છે. આજે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. મુંબઈ હાઈકોર્ટમાં સુનાવણીનો આજે ત્રીજો દિવસ છે. બુધવારે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમીચાની દલીલો પૂર્ણ થઈ હતી. આજે એનસીબીએ આ અંગે પોતાનો પક્ષ રાખ્યો હતો. કોર્ટમાં એએસજી અનિલ સિંહે એનસીબી તરફથી હાજર થતાં આર્યન ખાનના જામીનનો વિરોધ કર્યો હતો, બંને પક્ષકારોને સાંભળ્યા બાદ બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન, મુનમુન ધામેચા તથા અરબાઝ મર્ચન્ટના જામીન મંજૂર કર્યા હતા. આર્યન સહિત 8 આરોપી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી NCBના લૉકઅપમાં હતા. 8 ઓક્ટોબરથી આર્યન સહિત 6 આરોપી આર્થર રોડ જેલમાં બંધ છે અને મુનમુન ધામેચા તથા નપુર ભાયખલ્લા જેલમાં છે.

મુનમુને કબૂલ્યું - તેની પાસે હતું ડ્રગ્સ 
 
NCB તરફથી હાજર રહેલા અનિલ સિંહે કહ્યું, "મારો તર્ક એ છે કે તે ડ્રગ પેડલર્સ સાથે સંકળાયેલો છે અને તેની પાસે કોમર્શિયલ વોલ્યુમ પણ છે. તેથી, ધરપકડ કોઈપણ રીતે ગેરકાયદેસર નથી. ચાર કલાકનો વિલંબ ન કહી શકાય. કાવતરું સાબિત કરવું મુશ્કેલ છે, ફક્ત કાવતરાખોરો જ જાણે છે કે તેઓએ તે કેવી રીતે કર્યું.  અમારી પાસે વોટ્સએપ ચેટ્સ છે, જેને અમે પુરાવા તરીકે રજૂ કરીશું. બધાએ મળીને કાવતરું ઘડ્યું. એક સાક્ષીએ એફિડેવિટમાં લોકોના નામ આપ્યા છે, આવી સ્થિતિમાં જો જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થશે. સાથે જ મુનમુન ધામેચાને નિર્દોષ બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેની પાસે ડ્રગ્સ હતું, અને તેણે તેની કબૂલાત કરી છે.
 
ASG અનિલ સિંહે સુપ્રીમ કોર્ટને હવાલાથી કહ્યું કે NDPS એક્ટમાં ઉદાર વલણ દર્શાવવાથી જામીન ન આપી શકાય. આર્યન ખાન પાસે ડ્રગ્સનો 'કોન્શંસ પઝેશન' હતો. તેણે કમર્શિયલ માત્રામાં ડ્રગ્સ ડીલ  કરવાનો પ્રયાસ કર્યો. ASG અનિલ સિંહે કહ્યું કે તેમની પાસે પુરાવા છે કે આર્યન ખાન ડ્રગ્સ આપતો હતો. તેમણે કહ્યું કે તે માત્ર ડ્રગ્સની રિકવરી અંગે ચર્ચા કરી રહ્યો છે. બુધવારે કોર્ટમાં તેણે કહ્યું હતું કે તે પ્રયત્ન કરશે કે તે એક કલાકમાં પોતાનો આખો મુદ્દો રજુ કરી શકે. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા, 3 ઓક્ટોબરે મુંબઈના દરિયાકાંઠે ક્રૂઝ પર NCBના દરોડા દરમિયાન માદક દ્રવ્યોની મળવાના સંબંધમાં ધરપકડ કરવામાં આવ્યા હતા, તેઓ 3 ઓક્ટોબરથી જેલમાં છે. બુધવારે લગભગ બે કલાક સુધી સુનાવણી બાદ જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે આવતીકાલે અમે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.