ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (12:28 IST)

Katrina Kaif લગ્ન અંગે કેટરીનાએ તોડ્યું મૌન

આ તમામ અહેવાલને કેટરિના અને વિકી કૌશલે ફગાવી દીધા હતા, ત્યારે હવે આ બંને સ્ટાર્સ વિશે વધુ એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન અંગેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ ડિસેમ્બરમાં સાત ફેરા લઈ શકે છે. હવે કેટરીના કૈફે આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે.
 
કેટરીના કૈફે આ તમામ અહેવાલો ફગાવી દીધા છે. જ્યારે એક્ટ્રેસને લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી આ પૂછવામાં આવે છે. એક ઈન્ટરવ્યુમાં કેટરીનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ માત્ર અફવાઓ છે જે સમયાંતરે ફેલાવવામાં આવે છે. 
 
વિક્કી અને કેટરીના (Vicky Kaushal Katrina Kaif) એક બીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. આ કપલ ઘણી વખત એક સાથે લંચ અને ડિનર કરતા જોવા મળ્યા છે.  2020માં  વિક્કી અને કેટરીનાએ એક સાથે દિવાળી મનાવી. કેટરીના એ સમયે વિક્કીના ઘરની બહાર જોવા મળી હતી.