શું તમારું મોઢું હંમેશા સુકાયેલું રહે છે અને તરસ લાગતી રહે છે તો ગરમી ઉપરાંત આ કારણ પણ હોઈ શકે
ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને મોઢું હંમેશા સુકાયેલું રહે છે. આ સિઝનમાં આ સમસ્યા સામાન્ય છે, પરંતુ વધુ પડતું સૂકું મોં કે તરસ લાગવી એ પણ કેટલીક બીમારીઓનું કારણ બની શકે છે. મોંઢાંમાં લાળ ઓછી હોય ત્યારે આવું ઘણીવાર થાય છે. આનું કારણ માત્ર પાણી જ નથી, પરંતુ અન્ય કેટલાક કારણો પણ હોઈ શકે. સુકાયેલુ મોંની સમસ્યાને ઝેરોસ્ટોમિયા(xerostomia) પણ કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે મોંઢાંમાં લાળ ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. આવી સ્થિતિમાં આપણું મોઢું સુકું રહેવા માંડે છે.
હેલ્થ એક્સપર્ટના મતે, લાળ આપણા ખોરાકને પચાવવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આના વગર ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ, ત્યારે મોંઢાંમાં ઉત્પન્ન થતી લાળ ખોરાકને ભીનો કરવામાં અને તોડવામાં મદદ કરે છે. આનાથી ઓરલ હાઈજીન પણ જળવાઈ રહે છે.
મોઢું સુકાવવાણા અન્ય કારણ
જો તમે વધુ પડતા સુકા મોઢાંની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમને ખૂબ જ તરસ લાગી રહી છે, તો તેના માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે. આ ડાયાબિટીસ, અલ્ઝાઈમર અને સ્ટ્રોકના સંકેત પણ હોઈ શકે છે. સુકાયેલુ મોંના લક્ષણો પણ ઓટોઈમ્યુન ડીસઓર્ડરની નિશાની હોઈ શકે છે.
ડાયાબિટીસ
અલ્ઝાઈમર
સ્ટ્રોક
એચ.આઈ.વી
ચેતા નુકસાન
સ્જોગ્રેન સિન્ડ્રોમ
સુકા મોઢાના લક્ષણો
મોઢામાં ડ્રાયનેસ રહે છે
મોઢાની અંદર ચીકણું લાગે છે
મોંઢામાં જાડી લાળ બને છે
ક્યારેક શ્વાસમાં દુર્ગંધ આવે છે
બોલવામાં અને ગળવામાં મુશ્કેલી
ગળામાં શુષ્કતા અને તીવ્ર દુખાવો રહે છે
જીભમાં ડ્રાયનેસ અને સ્વાદમાં બદલાય જાય
ક્યારેક હવામાનમાં ફેરફાર અને અચાનક ગરમી વધવાને કારણે આ સમસ્યા થઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તમે ચોક્કસ ડૉક્ટરની સલાહ લો. ઓરલ હાઈજીન મેન્ટેન કરો અને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો.