ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (12:20 IST)

વેલેન્ટાઈન ડે : બજરંગ દળના વિરોધને કારણે પોલીસે રીવરફ્રન્ટ પર બંદોબસ્ત ગોઠવ્યો

વેલેન્ટાઈન ડેના દિવસે દર વર્ષે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવે છે. બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ તથા શહેરના અન્ય જાહેર વિસ્તારોમાં પ્રેમીપંખીડાઓનો વિરોધ કરતા દેખાતા હોય છે. ત્યારે આજે કોઈ અફરાતફરી ન સર્જાય તે હેતુથી પોલીસ દ્વારા રિવર ફ્રન્ટ પર ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. બજરંગ દળના વિરોધ કરવાના  સ્થળો પર શહેર પોલીસે સુરક્ષા ઉભી કરી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસને પણ તૈનાત કરી છે. ગાર્ડનમાં આવનાર લોકોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે.  તો બીજી તરફ, કોલેજની બહાર લવજેહાદની પત્રિકાઓ બજરંગ દળ દ્વારા ફરતી કરવામાં આવી છે. બજરંગ દળના કાર્યકર્તા  જણાવ્યું કે, વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અમે કોલેજની અંદર ચેતવણી પત્ર લગાવ્યા છે.  જ્યાં યંગસ્ટર્સ એકઠા થાય છે ત્યાં પત્ર લગાવ્યા છે. તેમને પોઝીટિવલી સમજાવ્યા છે કે વેલેન્ટાઈન ડે કેમ ન મનાવવો. હિન્દુ સંસ્કૃતિ નષ્ટ કરવાનું જે ષડયંત્ર ચાલે છે તેનો વિરોધ અમારો છે. વેલેન્ટાઈન ડેને કારણે યુવતીઓ લવજેહાદનો ભોગ બનતી હોય છે તેવું પણ અમારા ધ્યાનમાં આવ્યું છે. સાંજે પણ જે જગ્યાઓએ યુવક-યુવતીઓ ભેગા થાય છે ત્યાં જઈને સમજાવીશું, નહિ તો બજરંગ દળની સ્ટાઈલમાં તેમનો વિરોધ કરીશું.