શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (16:28 IST)

Video - હાઈવે પર લેંડ થયુ હરક્યુલિસ, દોઢ વર્ષને બદલે 15 દિવસમાં સેના માટે બનાવી દઈશુ હવાઈમાર્ગ

રાજસ્થાનમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સીમાથી માત્ર 40 કિલોમીટર દૂર રાષ્ટ્રીય રાજમાર્ગ 225 પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હરક્યુલિસ વિમાનમાંથી ઉતરીને ઈતિહાસ રચી દીધો. બંને કેન્દ્રીય મંત્રીઓ સાથે  ઈન્ડિયન એરફોર્સના ચીફ  આરકેએસ ભદૌરિયા પણ સામેલ  હતા. સામરિક દ્રષ્ટિથી મહત્વપૂર્ણ આ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ NHAI એ આ કર્યું છે. આ હેઠળ  39.95 કરોડના ખર્ચે બાકાસર ગામની પાસે એયર સ્ટ્રાઈક બનાવાઈ છે. કેન્દ્રીય મંત્રીઓ દિલ્હીથી ઉડાન ફરી હતી અને જલોર જિલ્લાના અડગાંવ ખાતે ઇમરજન્સી હાઇવે પટ્ટી પર ઉતર્યા હતા.

 
રાજનાથ સિંહે આ એર સ્ટ્રિપને સુરક્ષાની રીતે મહત્વની ગણાવી છે. તેમણે કહ્યું તમે રસ્તા પર ટ્રેક્ટર, બળદગાડીને ચાલતી જોઈ હશે અને હવે તમે રસ્તા પર વિમાનને ઉતારતા જોઈ રહ્યાં છે. ઈન્ટરનેશનલ બોર્ડરથી થોડે દૂર જ આવી સ્ટ્રિપ તૈયાર કરવી એ એ બાબતને સાબિત કરે છે કે અમે પોતાની રક્ષા માટે તૈયાર છે અને સક્ષમ છે. અમે એક ભારત અને સશક્ત ભારતની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યાં છે.

આ એર સ્ટ્રિપ બનાવવામાં 33 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટેશનમંત્રી નીતિન ગડકરી એરપોર્ટ સિવાય પ્રથમ વખત કોઈ એર સ્ટ્રિપ પર ઊતરનારા પ્લેનમાં હાજર હતા. રક્ષા અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના સહયોગથી દેશમાં આ પ્રકારના લગભગ 12 હાઈવે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
 
બાડમેર-જાલોર જિલ્લાની સીમા અગાડવામાં બનેલી ઈમર્જન્સી એર સ્ટ્રિપ વાયુસેનાના ઈમર્જન્સી ઉપયોગ માટે બનાવવામાં આવી છે. 32.95 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ એર સ્ટ્રિપની લંબાઈ 3 કિમી. લંબાઈ અને 33 મીટર પહોંળાઈ છે. એર સ્ટ્રિપની બંને બાજુએ 40x180 મીટર આકારનાં બે પાર્કિંગ બનાવવામાં આવ્યાં છે, જેથી લેન્ડિંગ પછી વિમાનોને પાર્ક કરી શકાય.