મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (18:42 IST)

ચીને સીમા પર એકત્ર કર્યો દારૂગોળો, આપણી સેના પણ તૈયાર - લદ્દાખ ગતિરોધ પર સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ

લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર એપ્રિલ મહિનાથી ચાલી રહેલ ભારત-ચીન વચ્ચે વિવાદ પર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભામાં જવાબ આપ્યો. રાજનાથ સિંહે કહ્યુ કે અમારા જવાનોનો જોશ એકદમ બુલંદ છે અને અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.  રક્ષા મંત્રીએ જણાવ્યુ કે ચીને સીમા પર બોમ્બ એકતર કર્યા છે, પણ અમારી સેના પણ તૈયાર છે. અમારા જવાનો દેશવાસીઓને સુરક્ષિત રાખી રહ્યા છે. 
 
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે કોઈને પણ આપણી સીમાની સુરક્ષા પ્રત્યે અમારા દ્રઢ નિશ્ચયને લઈને શંકા ન હોવી જોઈએ.  ભારત માને છે કે પડોશીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે પરસ્પર સન્માન અને પરસ્પર સંવેદનશીતા જરૂરી છે. 
munmun2908
તેમણે કહ્યૂ, 'એપ્રિલ મહિનાથી ઈસ્ટર્ન લદ્દાખની સીમા પર ચીનની સેનાઓની સંખ્યા અને તેમના બોમ્બ ગોળામાં વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનાની શરૂઆતમાં ચીને ગલવાન ઘાટી ક્ષેત્રમાં આપણી સેનાની પૈટ્રોલિંગમાં વ્યવઘાન શરૂ કર્યો. જેને કારણે બંને પક્ષની સામે સામે આવવાની સ્થિતિ ઉભી થઈ. તેમણે કહ્યુ કે મે મહિનામાં ગલવાન ઘાટીમાં આમનો સામનો થયો. ચીન દ્વારા મે મહિનાના મઘ્યમાં પશ્ચિમી લદ્દાખના અનેક ક્ષેત્રમાં ઘુસણખોરીની કોશિશ થઈ હતી. અમે ચીન સાથે કૂટનીતિક અને સૈન્ય વાતચીત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે આ એકતરફી સીમાને બદલવાની કોશિશ છે અને આ અમને મંજૂર નથી. 
 
 
#WATCH Defence Minister Rajnath Singh makes a statement on India-China border issue, in Lok Sabha (Source: Lok Sabha TV) https://t.co/1dlRokI1It
 
 
— ANI (@ANI) September 15, 2020
 
તેમણે કહ્યુ, હુ સદનને આ અનુરોધ કરુ છુ કે અમારા દિલેરોની વીરતા અને બહાદુરીની ભરપૂર પ્રશંસા કરવામાં મારો સાથ આપો. આપણા બહાદુર જવાન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના અથાક પ્રયાસથી સમસ્ત દેશવાસીઓને સુરક્ષિત રાખી રહ્યા છે. આ સમગ્ર અવધિ દરમિયાન આપણા બહાદુર જવાનોએ જ્યા સંયમની જરૂર હતી ત્યા સંયમ રાખ્યો અને જયા શૌર્યની જરૂર હતી ત્યા શૌર્ય બતાવ્યુ. 
 
સંરક્ષણ પ્રધાને ગૃહને જણાવ્યું હતું કે એલએસી અંગેનો ગતિરોધ વધતો જોઈને બંને પક્ષના લશ્કરી કમાન્ડરો 6 જૂન 2020 ના રોજ મળ્યા હતા. આ વાત પર સંમતિ બની હતી કે ડિસ-એંગેજમેંટ થવી જોઈએ. બંને પક્ષે પણ સંમત થયા કે એલએસી ને માનવામાં  આવશે અને કોઈ પણ એવા પગલા લેવામાં આવશે નહીં કે જે સ્થિરતામાં ફેરફાર કરશે. રાજનાથસિંહે કહ્યું કે 15 જૂને ચીની સેનાએ ગાલવાન ખીણમાં હિંસક અથડામણ શરૂ કરી હતી. આપણા બહાદુર સૈન્ય સૈનિકોએ પોતાનો જીવ બલિદાન આપ્યો છે અને ચીની સૈન્યના સૈનિકોને પણ ઘણું નુકસાન કર્યું છે.