બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (09:34 IST)

જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની દિલ્હી રમખાણ મામલે ધરપકડ

દિલ્હી રમખાણ મામલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને 'યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ'ના સહસંસ્થાપક ઉમર ખાલિદની ધરપકડ કરાઈ છે.
 
યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટના એક નિવેદન અનુસાર, 11 કલાક ચાલેલી પૂછપરછ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે 'કાવતરાખોર'ના રૂપમાં ધરપકડ કરી છે. યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ સંસ્થાનાં વકીલ તમન્ના પંકજે બીબીસી સાથે વાત કરતાં ઉમર ખાલિદની ધરપકડની પુષ્ટિ કરી છે.
 
ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું, "સ્પેશિયલ સેલે મારા પુત્ર ઉમર ખાલિદની રાતે 11 વાગ્યે ધરપકડ કરી છે. પોલીસ તેની બપોરે એક વાગ્યાથી પૂછપરછ કરતી હતી. તેને દિલ્હી રમખાણ મામલે ફસાવ્યો છે." 
 
ઉમર ખાલિદની ધરપકડની જાણ થતાં જ કેટલાય લોકો તેમના સમર્થનમાં ઊતરી આવ્યા અને ધરપકડનો વિરોધ કરવા લાગ્યા
 
થોડી જ વારમાં હજારો ટ્વીટ્સ #standWithUmarKhalid નો ટ્વિટર પર ટ્રેન્ડ શરૂ થઈ ગયો.
 
આ સાથે જ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ, સમાજિક કાર્યકર હર્ષ મંદર જેવા જાણિતા લોકોએ નિવેદન જાહેર કરીને ઉમરની ધકપકડની નિંદા કરી.
 
તેમણે ઉમરને એવો સાહસિક યુવા અવાજમાંથી એક ગણાવ્યો જે 'દેશના બંધારણીય મૂલ્યો માટે બોલે છે.'