પતિએ જ પત્નીની બ્લુ ફિલ્મ બનાવીને મિત્રોને બતાવી !!
પાંચ વર્ષ પહેલા સાત ફેરા બાદ જે પત્નીને તે ઘરે લાવ્યો હતો, તેની જ બ્લુ ફિલ્મ બનાવી નાંખી. એટલું જ નહીં, તેણે ડાયરીમાં અન્ય મહિલાઓ સાથે પોતાના અનૈતિક સંબંધો વિશે પણ લખ્યું.ડાયરી પત્નીના હાથ લાગીતો રહસ્ય પરથી પરદો ઉંચકાયો. પત્નીએ પતિના મોબાઇલમાંથી ચિપ કાઢી નાંખી. હવે પત્ની તલાક ઇચ્છે છે. તેના દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ એસએસપીના નિર્દેશ પર મહિલા પોલીસ સ્ટેશનમાં બન્નેની કાઉન્સેલિંગ ચાલી રહી છે.આ મહિલા ગાજિયાબાદના સેક્ટર-23 રાજનગરમાં રહે છે. તેના લગ્ન 19 જૂના 2007ના રોજ ગુડગાંવ નિવાસી યુવક સાથે થયા હતા. સંજયે ઇન્ટરમીડિએટ કર્યું છે, જ્યારે શિલ્પા એમસીએ કરી રહી છે. સાથે-સાથે તે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ પણ કરે છે. શીલાનું કહેવું છે કે થોડા દિવસ અગાઉ તે પતિ સાથે રાજસ્થાન ગઇ હતી. ત્યાં પતિએ તેને વોડકામાં કોઇ નશાયુક્ત પદાર્થ મીલાવીને પીવડાવ્યો હતો, જેનાથી તેને નશો થઇ ગયો, ત્યારબાદ પતિએ તેની બ્લુ ફિલ્મ બનાવી લીધી.શીલાના જણાવ્યા અનુસાર એક દિવસ પતિની ડાયરી તેણે વાંચી, જેમાં તેણે 17 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2011ની તારીખો દરમ્યાન 4 મહિલાઓ સાથે પોતાના અનૈતિક સંબંધોનો ખુલાસો કર્યો છે. તેણે પતિનો મોબાઇલ ચેક કર્યો તો તેના હોશ ઉડી ગયા. મોબાઇલમાં તેની બ્લુ ફિલ્મ હતી. તેણે આ ચીપ કાઢી નાંખી, હવે તે આ ચીપને કોર્ટમાં પણ રજુ કરશે.પત્નીનો આરોપ છે કે પતિએ પોતાના મિત્રોને પણ આ બ્લુ ફિલ્મ બતાવી છે, બીજી તરફ સંજયનું કહેવું છે કે તેના પર મુકવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે, તે પત્નીને સાથે રાખવા માંગે છે, જો કે પત્નીએ ડાયરીમાં લખવામાં આવેલા રાઇટિંગને સંજયની રાઇટિંગ સાથે મેળવીને ચેક કરાવ્યા હતા, જે એક જેવાજ હતા.