બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ઈન્‍દોર, , શુક્રવાર, 6 મે 2016 (00:25 IST)

ઉજ્જૈન સિહસ્‍થમા વાવાઝોડા-વરસાદથી 9ના મોત, 100થી વધુ ઘાય઼લ

ઉજ્જૈનમાં સિહસ્‍થ કુંભ મેળાના આસપાસના વિસ્‍તારો અને અન્‍યત્ર પડેલા ભારે વરસાદના કારણે ખુબ નુકસાન થયુ છે. પ્રાથમિક હેવાલ મુજબ ભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડા સાથે સંબંધિત બનાવોમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને સેંકડો લોકોને ઇજા થઇ છે. મોતનો આંકડો વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે ટેન્‍ટ તુટી પડવા અને વળક્ષો ધરાશાયી થવાના શ્રેણીબદ્ધ બનાવો બન્‍યા છે.આશરે એક કલાક સુધી સુધી ભારે વરસાદ પડતા ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતુ. હાલમાં સિંહસ્‍થ કુંભ મેળો ચાલી રહ્યો છે. જેના કારણે મોટી સંખ્‍યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ ટેન્‍ટમાં રોકાયેલા છે. એક મહિના સુધી કુંભ મેળો ચાલનાર છે. અન્‍ય એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ હતુ કે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.

 

પ્રાપ્ત અહેવાલ મુજબ મોટી સંખ્‍યામાં લોકો ટેન્‍ટની નીચે ફસાયા હોવાના હેવાલ મળ્‍યા છે. ઉજ્જૈનમાં એક મહિના સુધી ચાલનાર ર્ધામિક કુંભ સિંહસ્‍થ મેળાની 22મી એપ્રિલના દિવસે શરૂઆત થઇ હતી. આ મેળામાં પાંચ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે તેમ માનવામાં આવે છે. દર 12 વર્ષમાં આનુ આયોજન કરવામાં આવે છે. ભારે વરસાદના કારણે સાધુ સંતોની હાલત પણ કફોડી બની ગઇ હતી. મોતનો આંકડો વધી શકે છે. કારણ કે ટેન્‍ટઅને મકાનો નીચે  લોકો ફસાઇ ગયા છે. ગુરુવારે સાંજે અચાનક શરૂ થયેલા ભારે વરસાદ અને તેજ પવનના કારણે સિંહસ્‍થ મેળા વિસ્‍તારમાં ભારે નુકસાન થયું છે. સાધુ સંતોના કેટલાય મંડપ પડી ગયા છે. એક સાધુ અને ત્રણ મહિલાઓ સહિત કુલ 9 લોકોનાં મોત નીપજ્‍યા છે. જ્‍યારે 100થી વધારે લોકો ધાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સિંહસ્‍થના સ્‍નાન માટે 25 લાખ લોકો આવવાના હોવાની શક્‍યતા છે. છેલ્લા હેવાલ મુજબ મળતકોની સંખ્‍યા નવ  પર પહોંચી ગઇ છે. મળત્‍યુ પામનારી ઓળખ કરી લેવામાં આવી છે. જે રૂમલ કૌર, અંબાબાઈ, પ્રહલાદ, ભગીરથ, રૂષીપ્રસાદ, ભૂતિબાઈ તરીકે ઓળખાયા છે.  છેલ્લા સમાચાર મળ્‍યા ત્‍યારે પણ ઉજૈનમાંહજુ તેજ પવન ચાલી રહ્યો છે.  ઉજ્જૈનમાં  ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની ગઇ છે.  મેળા ક્ષેત્રનાં પ્રભાર મંત્રીએ જણાવ્‍યું કે, કોઈ પણ પંચકોશી યાત્રીને કોઈ નુકસાન નથી થયું. માત્ર એક મહિલાનું વિજળી પડવાથી મોત નીપજ્‍યું છે. જલ્લા હોસ્‍પિટલનાં ડૉક્‍ટરે જણાવ્‍યું હતું કે,40 થી વધારે ડૉક્‍ટરોની ટીમ ધાયલોની સારવાર માટે કામ કરી રહી છે. મેળાના વિસ્‍તારમાં કેટલાય મંડપ અને ગેટ પડી ગયો છે. ઈસ્‍કોન મંડપના ગેટ પણ પડી ગયો છે. દરમિયાન દેશના અન્‍ય કેટલાક ભાગોમાં પણ આજે ભારે વરસાદ થયો હતો. મધ્‍યપ્રદેશના અન્‍ય ભાગોમાં પણ વરસાદ થયો છે. રાજસ્‍થાનમાં પણ હવામાનમાં એકાએક ફેરફારની સ્‍થિતી જોવા મળી હતી. જો કે ઉજ્જૈનમાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતુ. હાલમાં ઉજ્જૈનમાં લાખો શ્રદ્ધાળુઓ ભેગા થયા છે. જેના કારણે તંત્ર પર વધારે દબાણ આવી ગયુ છે.