અડવાણીને બાજુ પર મુકી થશે મોદીના નામનુ એલાન ?

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2013 (16:27 IST)

P.R
બીજેપીની તરફથી પીએમ પદના ઉમેદવારના રૂપમાં નરેન્દ્ર મોદીના નામનુ એલાન કરવા માટે કોઈપણ સમયે બીજેપી સંસદીય બોર્ડની બેઠક બોલાવાય શકાય છે. બીજેપી અને સંઘને એવી જાણ નહોતી કે બધા નેતાઓ સાથે મુલાકાત છતા અડવાણી આ રીતે અડી જશે. આવામા સહિત બધા નેતા એ સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી પર નિર્ણય સૌની સહમતિથી થઈ રહ્યો છે. બીજી બાજુ આજે રાજનાથ,સુષમા સ્વરાજ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે.

બીજેપી સાથે જોડાયેલા સૂત્રો મુજબ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મોટી સહમતિ બની ગઈ છે. જેની ઔપચારિક જાહેરાત બીજેપી સંસદીય બોર્ડના તેમની ઉમેદવારીને લીલી ઝંડી બતાવ્યા પછી શુક્રવારે મતલબ કાલે કરવામાં આવી શકે છે. સૂત્રોના મુજબ આવતીકાલે મોદીના નામનુ એલાન થઈ શકે છે. બીજી બાજુ સંઘ મોદીના નામ પર એવી રીતે અડગ છે કે તે મોદી સામેના કોઈપણ વિરોધને બાજુ પર મુકવા તૈયાર છે. સંસદીય દળની બેઠકમાં અડવાણી પણ ભાગ લેશે.
બીજેપીમા મતભેદ નથી - રાજનાથ

આજે રાજનાથ સિંહે કહ્યુ કે આગામી લોકસભા ચુંટણી માટે પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત બધા સભ્યો સાથે વાતચીત પછી કરવામાં આવશે. રાજનાથે કહ્યુ કે અમે દરેક સાથે વાતચીત કરયા બાદ નિર્ણય કરીશુ. તેમણે કહ્યુ કે પીએમ ઉમેદવારના મુદ્દા પર બીજેપીમાં કોઈ મતભેદ નથી. બધા સાથે વાતચીત પછી પીએમ ઉમેદવારના નામનુ એલાન કરવામાં આવશે. પાર્ટી પ્રવક્તા અબ્બાસ નકવીએ કહ્યુ કે અમે ટૂંક સમયમાં ઉમેદવારની જાહેરાત કરીશુ. પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઈને કોઈ વિરોધાભાસ નથી, બધુ ઠીક છે.
આગળ જાણો શુ છે અડવાણીના સમર્થકોની શરતો


આ પણ વાંચો :