શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (15:03 IST)

તેલંગાણાના નાલગોંડામાં હેલિકોપ્ટર થયુ ક્રેશ, બે પાયલોટના મોત, પોલીસ ઘટનાસ્થળે તપાસમાં લાગી

તેલંગાણા (Telangana)ના નાલગોંડામાં જીલ્લામાં શનિવારે હેલિકોપ્ટર ક્રેશ (Chopper Crash) થઈ ગયુ, જેમાં ટ્રેઇની પાયલોટ સહિત બે પાયલોટના મોત થયા છે. આ દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જુનસાગર ડેમ પાસે પેડદાવુરા બ્લોકના તુંગાતુર્થી ગામમાં બની હતી. વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ સમયે પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે હેલિકોપ્ટર ક્રેશ થયું તેને ટ્રેઇની પાઇલટ ઉડાવી રહ્યો હતો. આ વિમાન હૈદરાબાદની એક ખાનગી એવિએશન એકેડમીનું હતું. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 
પોલીસને ખેડૂતો પાસેથી અકસ્માતની માહિતી મળી
 
પ્રારંભિક તપાસમાં, નાલગોંડા પોલીસે કહ્યું કે તેમને પેડદાવુરા મંડલના તુંગાતુર્થી ગામમાં ખેતીની જમીન પર કામ કરતા ખેડૂતો પાસેથી માહિતી મળી હતી કે તેઓએ હેલિકોપ્ટર ક્રેશ થયું અને ભારે ધુમાડો નીકળતો જોયો. માહિતીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને મહિલા પાયલટનું મોત થયું છે.
 
શનિવારે નાલગોંડા જિલ્લાના ચેલાકુર્થી અને થુંગાથુર્થી ગામો વચ્ચેના ખેતરોમાં એક તાલીમ હેલિકોપ્ટર ક્રેશ થતાં પાયલટ અને પ્રશિક્ષણ પાયલોટનું મૃત્યુ થયું હતું. કથિત રીતે એરક્રાફ્ટ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું અને ક્રેશ થયું. આ દુર્ઘટના થતા પોલીસ અને ડોકટરો ઘટનાસ્થળે પહોંચી હતી . અહેવાલો અનુસાર, તમિલનાડુની વતની તાલીમાર્થી પાઇલટ મહિમાએ ગુંટુર જિલ્લાના માચેરલાથી કથિત રીતે ઉડાન ભરી હતી. તેઓને ફ્લાયટેક એવિએશન એકેડમીમાં તાલીમ આપવામાં આવી રહી હતી. આ વિમાન હૈદરાબાદની ખાનગી એવિએશન એકેડમીનું હતું