બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (16:30 IST)

Nawab Malik Arrested: નવાબ મલિકની EDએ કરી ધરપકડ, 8 કલાકની પૂછપરછી પછી કાર્યવાહી

આઠ કલાકની પૂછપરછ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નવાબ મલિક (Nawab Malik arrested) એ ED ઑફિસમાંથી બહાર નીકળતી વખતે 'ઝુકેંગે નહી' મુદ્રામાં NCP કાર્યકરોને ઈશારો કરે છે. પરંતુ ED અધિકારીઓ દ્વારા તેમને મીડિયા સાથે વાત કરવાની તક આપવામાં આવી ન હતી. નવાબ મલિકને સફેદ રંગની ઈનોવા કારમાં ઈડી ઓફિસની બહાર લઈ જવામાં આવ્યા હતા. તેમને મેડિકલ ચેકઅપ માટે જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.  મેડિકલ ચેકઅપ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા લોકોના નાણાકીય લેવડદેવડના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDએ થોડા દિવસો પહેલા દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને થાણે જેલમાંથી કસ્ટડીમાં લીધો હતો અને તેની પૂછપરછ કરી હતી. ઈકબાલ કાસકરે પૂછપરછમાં નવાબ મલિકનું નામ આપ્યું છે.