સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024 (10:19 IST)

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

રાજસ્થાનની રાજધાનીથી લગભગ 96 કિલોમીટર દૂર દૌસાથી બાંદિકૂઈના બોલવેલમાં 2 વર્ષની માસૂમ બાળકી પડી છે. NDRFની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ કામગીરી બે વખત નિષ્ફળ ગઈ.
 
સ્થળ પર સ્થાનિક પોલીસ હાજર છે. દૌસા જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાની અપડેટ લઈ રહ્યા છે.
 
મળતી માહિતી મુજબ 2 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા 600 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બોરવેલમાં પડવાના સમાચાર મળતા જ પરિવારજનો સાથે ગામમાં અફરા-તફરી મચી ગઈ હતી.

દૌસાના એડિશનલ એસપી લોકેશ સોનવાલે જણાવ્યું કે બોરવેલ લગભગ 600 ફૂટ ઊંડો છે અને બાળક લગભગ 20 થી 25 ફૂટ સુધી ફસાઈ ગયું છે. પહેલી નજરે નીરુ હજી જીવિત છે. જિલ્લા વહીવટી તંત્ર સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.