ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2022 (17:26 IST)

5 State Election 2022 LIVE:-પંજાબ મહેલોથી ચાલતું હતું હવે પંજાબ ગામડાઓથી ચાલશે - ભગવંત માન .

Punjab Election Result 2022: હરીશ રાવતે કહ્યુ - હુ જનતાનો વિશ્વાસ ન મેળવી શક્યો 
 
લાલકુવાથી કોંગ્રેસ ઉમેદવાર હરીશ રાવતે પોતાની હાર સ્વીકારી. એક ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યુ લાલ કુવા વિધાનસભા ક્ષેત્રથી મારી ચૂંટણીમાં હારની ઔપચારિક જાહેરાત બાકી છે. હુ લાલકુવા ક્ષેત્રના લોકો પાસે ક્ષમા માંગુ છુ. કે હુ તેમનો વિશ્વાસ ન મેળવી શક્યો. જે ચૂંટણી દરમિયાન મે તેમને વચનો આપ્યા તેને પુરા કરવાની તક મે  ગુમાવી 
 
 
યુપી ચૂંટણી પરિણામ 2022: યુપીમાં ભાજપ 272 સીટો પર આગળ, એસપી 119 સીટો પર આગળ
ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામોના વલણોમાં અત્યાર સુધી સત્તારૂઢ ભાજપ 272 બેઠકો પર આગળ છે જ્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી 113 બેઠકો પર આગળ છે. આ ચૂંટણીમાં 4 સીટો બસપાને, 2 કોંગ્રેસને અને 6 સીટો અન્યને જાય છે.

- પંજાબમાં  સિદ્ધુ, અમરિંદર, ચન્ની  અને બાદલ તેમની સીટો પર પાછળ
પંજાબના પટિયાલા શહેરી વિધાનસભા વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ આમ આદમી પાર્ટીથી અજીત પાલ કોહલીથી 3300 વોટથી પાછળ ચાલી રહ્યા છે. પ્રાથમિક રુઝાનમાં પંજાબમાં આપ આગળ વધતા ભગવંત માનના ઘરની બહાર સમર્થકોની ભીડ ભેગી થઈ ગઈ છે.
- અકાળી દળના મજીઠિયા તેમની સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.
 
- ચન્ની પાછળ- પંજાબના મુખ્યમંક્ષી ચરણજીત સિંહ ચન્ની તેમની બંને સીટોથી પાછળ છે. ચન્નીએ આ વખતે ચમકૌર સાહિબ, ભદૌર સીટથી ચૂંટણી લડી હતી. જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પણ તેમની સીટ પરથી આગળ.

પાંચ રાજ્યોના લગભગ 1200 હોલમાં મત ગણતરી માટે 50 હજાર અધિકારીઓ ગોઠવાયા 
 
 
પાંચ રાજ્યોમાં લગભગ 1,200 હોલમાં મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યે શરૂ થનારી મતગણતરી  દરમિયાન કોવિડ-9 ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં મહત્તમ 403 વિધાનસભા બેઠકો સાથે 750 થી વધુ કાઉન્ટિંગ હોલ હશે. આ પછી, પંજાબમાં 200 થી વધુ કાઉન્ટિંગ હોલ હશે. પ્રક્રિયાની દેખરેખ માટે પાંચ રાજ્યોમાં 650 થી વધુ મતગણતરી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે


05:20 PM, 10th Mar
જીત પછી કેજરીવાલનું સંબોધન
પંજાબમાં જીત પછી અરવિંદ કેજરીવાલે સંબોધનમાં કહ્યું હતું કે પંજાબમાં જીત મળી છે, આજે મોટી મોટી ખુરશીઓ હલી ગઈ છે. જે મોટા માથાઓ હતા તે બધાં હારી ગયાં છે. અમે પ્રામાણિકતાનું રાજકારણ શરૂ કર્યું અને આખી સિસ્ટમને બદલી દીધી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દરેક પાર્ટીએ અમારી વિરુદ્ધ કાવતરાં ઘડ્યાં હતાં, એ સફળ ના થયાં તો તેમણે મને આતંકવાદી પણ કહી દીધું હતું. પરંતુ આજે જનતાએ પુરાવો આપી દીધો છે કે હું આતંકવાદી નહીં, પરંતુ એક સાચો દેશભક્ત છું. અમે એક એવું ભારત બનાવીશું, જ્યાં દરેક બાળકને શિક્ષણ મળશે.
 
પંજાબમાં આપની ઉજવણી શરૂ
જીત પછી ભગવંત માને કહ્યું કેસ, અમે બધા સાથે મળીને સેવા કરીશું. જેવી રીતે મતદાન કર્યું છે તેવી જ રીતે એક જૂથ થઈને પંજાબ ચવાલીશું. પહેલાં પંજાબ મહેલોથી ચાલતું હતું હવે પંજાબ ગામડાઓથી ચાલશે. બધા મોટા માથાઓ હારી રહ્યા છે. અમે લખીને આપ્યું હતું કે ચન્ની સાહેબ હારી રહ્યા છે અને તેવું થયું.
ભગવંત માને કહ્યું કે, સરકાર બન્યા પછી અમારુ પહેલું કામ બેરોજગારી દૂર કરવાનું છે. અમે યુવાનોને રોજગાર આપીશું. તમે મારા પર વિશ્વાસ રાખજો. તમને એક મહિનામાં જ અંતર દેખાશે. ભગવંત માને કહ્યું કે, તમને પંજાબની કોઈ પણ ઓફિસમાં મુખ્યમંત્રીનો ફોટો નહીં દેખાય. માત્ર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરનો ફોટો દેખાશે.



 

02:37 PM, 10th Mar
પંજાબમાં આપની ઉજવણી શરૂ
 
જીત પછી ભગવંત માને કહ્યું કેસ, અમે બધા સાથે મળીને સેવા કરીશું. જેવી રીતે મતદાન કર્યું છે તેવી જ રીતે એક જૂથ થઈને પંજાબ ચવાલીશું. પહેલાં પંજાબ મહેલોથી ચાલતું હતું હવે પંજાબ ગામડાઓથી ચાલશે. બધા મોટા માથાઓ હારી રહ્યા છે. અમે લખીને આપ્યું હતું કે ચન્ની સાહેબ હારી રહ્યા છે અને તેવું થયું.
ભગવંત માને કહ્યું કે, સરકાર બન્યા પછી અમારુ પહેલું કામ બેરોજગારી દૂર કરવાનું છે. અમે યુવાનોને રોજગાર આપીશું. તમે મારા પર વિશ્વાસ રાખજો. તમને એક મહિનામાં જ અંતર દેખાશે. ભગવંત માને કહ્યું કે, તમને પંજાબની કોઈ પણ ઓફિસમાં મુખ્યમંત્રીનો ફોટો નહીં દેખાય. માત્ર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરનો ફોટો દેખાશે.
 
ઉત્તર પ્રદેશમાં અંદાજે 37 વર્ષ પછી આવું થઈ રહ્યું છે કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ છે. યુપીમાં 2017 અને 2022માં બીજેપી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આ પહેલાં આવું વર્શ 1980, 1985માં થયું હતું કે જ્યારે કોઈ સરકાર પૂર્ણ બહુમતી સાથે રિપીટ થઈ હતી. ત્યારે કોંગ્રેસે વર્ષ 1980માં 309, 1985માં 269 સીટો સાથે સરકાર બનાવી હતી.

09:43 AM, 10th Mar
 
Jaswantnagar Election Result 2022: શિવપાલ સિંહ યાદવ આગળ
યુપીની જસવંતનગર વિધાનસભા સીટ પર પહેલા રાઉન્ડમાં પાછળ ચાલી રહેલા શિવપાલ યાદવે વાપસી કરી છે અને હવે આગળ ચાલી રહ્યા છે.

UP Elections Result 2022 : પરિણામોમાં BJP ને બહુમત

ભાજપ સપા બસપા કોંગ્રેસ અન્ય
205 80 05 03 02
પંજાબ 20200ની ચૂંટણીનું પરિણામ LIVE
કુલ સીટ કોંગ્રેસ AAP અકાળી ભાજપ+ અન્ય
117 21 75 18 2 1
ઉત્તરાખંડ 2022ની ચૂંટણીનું પરિણામ LIVE
પક્ષ કેટલી બેઠક પર આગળ/ કેટલી જીતી
ભાજપ 34
કોંગ્રેસ 34
અપક્ષ 3
બસપા 2
ગોવામાં 2022 ચૂંટણી પરિણામ LIVE
પક્ષ કેટલી બેઠક પર આગળ/જીત
ભાજપ 14
કોંગ્રેસ 20
TMC 04
AAP 00
અન્ય 02
યુપી ચૂંટણી પરિણામ 2022: મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું- વિપક્ષ EVM વિશે અફવા ફેલાવી રહ્યો છે
યોગી સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે મત ગણતરીમાં ગોટાળાના આરોપો પર કહ્યું છે કે જ્યાં પણ આવા સમાચાર સામે આવ્યા છે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ ઈવીએમને લઈને અફવાઓ ફેલાવી રહ્યો છે.



 


09:05 AM, 10th Mar


08:45 AM, 10th Mar
સ્વામી અને રાજભર પછાત, સીએમ યોગી ગોરખપુરથી આગળ છે

08:42 AM, 10th Mar
 
ઉત્તર પ્રદેશમાં ભાજપનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે
ઉત્તર પ્રદેશમાં ભાજપ ઝડપથી આગળ છે. અહીં ભાજપ 71 સીટો પર આગળ છે. જ્યારે સપાના ઉમેદવાર 61 સીટો પર આગળ છે. બસપા ત્રણ સીટ પર અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે.

07:05 AM, 10th Mar
 
Uttar Pradesh Result: 2017માં યુપી ચૂંટણીનું પરિણામ કેવું રહ્યું
જણાવી દઈએ કે 17મી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 11 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2017 સુધી 7 તબક્કામાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં 61.04 ટકા મતદાન થયું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચૂંટણી પહેલા મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હોવા છતાં, 403 માંથી 325 બેઠકોની ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે ચૂંટણી જીતી હતી. તેની ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે, ભાજપે સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી અને તેના નેતા નરેન્દ્ર મોદીના રાજકીય દબદબો અને 'બ્રાન્ડ'નો લાભ લીધો. 18 માર્ચ 2017ના રોજ, યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશ બીજેપીના વડા કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને 47 અને બહુજન સમાજ પાર્ટીને 19 બેઠકો મળી હતી.
 

07:03 AM, 10th Mar

ભગવંત માનના ઘરે જલેબી બનાવવામાં આવી રહી છે
પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ભગવંત માનના ઘરે જલેબી બનવાનું શરૂ થઈ ગયું છે.તેમના ઘરની સજાવટ પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી હતી. જેના કારણે AAPના નેતાઓ અને કાર્યકરો ભારે ઉત્સાહિત છે.

07:02 AM, 10th Mar
પંજાબ પોલ: ચરણજીત સિંહ ચન્ની પ્રાર્થના કરવા ગુરુદ્વારા પહોંચ્યા
ચરણજીત સિંહ ચન્ની વહેલી સવારે ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. ચન્ની કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો છે. ચરણજીત સિંહ ચન્ની આ વખતે બે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

07:01 AM, 10th Mar
વારાણસી, મુરાદાબાદમાં સુરક્ષા સઘન
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 1000 પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. વારાણસીમાં પણ મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થોડીવાર બાદ મતગણતરી શરૂ થશે.