મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :પટના , સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (15:45 IST)

Bihar Political Crisis Live - નીતીશ કુમારે વિશ્વાસ મત મેળવ્યો, એનડીએ સરકારના પક્ષમાં 129 વોટ, વિપક્ષનુ વોકઆઉટ

- બિહારમાં નીતિશ સરકારની 'અગ્નિપરિક્ષા
- આરજેડીના બે ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા નથી 
- ભાજપના બે ધારાસભ્યો પહોંચ્યાં નથી
. 28 જાન્યુઆરીના રોજ  બિહારના મુખ્યમંત્રીના રૂપમાં નવમીવાર શપથ લીધા પછી નીતીશ કુમાર અને તેમની સરકાર માટે આજે અગ્નિપરીક્ષાનો દિવસ છે. વિધાનસભામાં આજે નીતીશ સરકારનો ફ્લોર ટેસ્ટ થવાનો  છે. આ ટેસ્ટ પહેલા રાજ્યમાં રાજકીય લડાઈ જોરશોરથી ચાલી રહી છે.  આરજેડી અને લેફ્ટના ધારાસભ્યોએ તેજસ્વી યાદવના રહેઠાણ પર ધામા નાખ્યા છે તો બીજેપી જેડીયૂ અને કોંગ્રેસ ધારાસભ્યો હોટલોમાં ભેગા થયા છે.  આ બધા ધારાસભ્ય સીધા વિધાનસભા પહોચશે. આજે રાજ્યમાં આખો દિવસ રાજકીય ઘટનાક્રમ ચાલતો રહેશે અને તેનાથી અપડેટ રહેવા માટે બન્યા રહો અમારી સાથે વેબદુનિયા ગુજરાતી પર 
 
સેન્ટ્રલ હોલમાં રાજ્યપાલનું સંબોધન શરૂ  
બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર રાજ્યની વિધાનસભાને સંબોધતા
 
 ભાજપના બે ધારાસભ્યો પહોંચ્યાં નથી
ભાજપના ધારાસભ્ય રશ્મિ વર્મા પણ હજુ સુધી વિધાનસભા પહોંચ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હજુ રસ્તામાં છે. આ સિવાય બીજેપીના અન્ય ધારાસભ્ય મિશ્રીલાલ યાદવ વિધાનસભામાં ગેરહાજર છે. જો કે એનડીએ સાથે 128 ધારાસભ્યો છે જેમાંથી બે ધારાસભ્યો ગુમ રહે તો પણ સરકારને કોઈ જોખમ નથી.
 
બિહાર વિધાનસભાની કાર્યવાહી શરુ
બિહાર વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે ગૃહમાં બહુમત સાબિત કરશે.
-શરીરમાં સોડિયમની વધુ માત્રા ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
 

03:43 PM, 12th Feb
નીતિશે કહ્યું- હું કાયમ માટે જૂની જગ્યાએ આવી ગયો છું
અમે બધાને એક કરી રહ્યા હતા ત્યારે કંઈક થયું.અને મને ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી પણ ડરી ગઈ છે. તેઓના પિતા પણ તેમની સાથે હતા. પછી અમે જૂની જગ્યાએ આવી ગયા. હવે કાયમ માટે આવી ગયા છીએ. કોઈને નુકસાન નહીં પહોંચાડીએ.

 
નીતિશે ગુસ્સામાં કહ્યું- વોટિંગ કરાવો
નીતિશ કુમારે કહ્યું- 2005 પછી આ 18મું વર્ષ છે જ્યારે મને કામ કરવાની તક મળી. મને આશ્ચર્ય થાય છે, આ લોકો સાંભળવા માંગતા નથી. મેં 15 વર્ષમાં કેટલું કામ કર્યું છે. બિહારનો કેટલો વિકાસ કર્યો છે. મારા પહેલા તેમના પિતા અને માતા 15 વર્ષ સરકારમાં હતા, ત્યારે બિહારની શું હાલત હતી. સાંજે કોઈ ઘરની બહાર નીકળી શકતું નહીં.
 
ડેપ્યુટી સીએમએ કહ્યું- મારા 5 ધારાસભ્યો ગુમ , બધો હિસાબ લઈશ
ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે હું મારા તમામ 5 ધારાસભ્યોનો હિસાબ લઈશ જે ગુમ થયા છે. તમે મને લોકશાહી શીખવશો. તમે લોકશાહીને લૂંટી રહ્યા છો.સીબીઆઈ 1996માં આવી હતી. રાજ્યમાં સરકાર તમારી હતી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે જેલમાં ગયા હતા. તમારી પાર્ટી કહે છે કે તમે ભ્રષ્ટ છો.

03:05 PM, 12th Feb
નોકરીને લઈને ડેપ્યુટી સીએમએ  તેજસ્વી પર  કર્યો હુમલો
તેજસ્વી પર વળતો પ્રહાર કરતા વિજય સિંહાએ કહ્યું કે, તે નોકરીની વાત કરે છે. તેમણે ખેતરો લખાવીને લોકોને નોકરીઓ આપી. તમારી સરકારે જંગલરાજ બનાવ્યું હતું, પરંતુ NDA સરકારમાં અમે જંગલરાજ પર નિયંત્રણ કર્યું છે અને નાગરિકોને સુરક્ષિત જીવન આપ્યું છે.
 
 તેજસ્વીના આરોપો પર વિજય સિન્હા 
બિહારના ડિપ્ટી સીએમ વિજય સિન્હાએ તેજસ્વી યાદવના આરોપો પર જવાબ આપતા કહ્યુ કે હુ જણાવી દઉ કે પાર્ટીના નેતૃત્વએ જે જવાબદારી આપી અમે ઈમાનદારીથી તેનુ નિર્વહન કરવાનો પ્રયાસ કર્યો. 

લોકોનો નેચર અને સિગ્નેચર બદલાતા નથી - વિજય સિંહા
તેજસ્વીના આરોપોનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ કહ્યું કે, જે વ્યક્તિ પોતાને સમાજવાદી પરિવાર ગણાવે છે તેનું પાત્ર આવુ નથી હોતું. સમાજવાદનું પાત્ર એવું નથી કે તે શબ્દો અને કાર્યોમાં અલગ હોય. સત્તા માટે સમાધાન કરનારા લોકો છે. અમે રાજવંશના દબાણને કારણે તેમનો જુલમ જોયો છે. લોકોના નેચર અને સિગ્નેચર બદલાતા નથી. ઘણા ધારાસભ્યો એવા છે કે જેમની ક્ષમતા છે, પરંતુ તેમને મહત્વ આપવામાં આવ્યું નથી.
 
નીતીશ કુમારે રજુ કર્યો વિશ્વાસ પ્રસ્તાવ 
બિહાર સરકારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વિધાનસભામાં પોતાની સરકારના પક્ષમાં વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો છે. હવે આ પ્રસ્તાવ પર સદનમાં ચર્ચા ચાલુ છે. 
 
મને ખુશી છે કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળ્યો - તેજસ્વી 
 
તેજસ્વી યાદવે કહ્યું, હું ખુશ છું કે કર્પૂરી ઠાકુરને (ભારત રત્ન) મળ્યો. તેઓએ (ભાજપ) ભારત રત્ન માટે સોદો કર્યો છે. અમારી સાથે વ્યવહાર કરો અને અમે તમને ભારત રત્ન આપીશું.
 
નીતિશ કુમાર રાજા દશરથજેવા - તેજસ્વી યાદવ    
 
તેજસ્વી યાદવે વિધાનસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે સીએમ નીતિશ કુમાર રામાયણના રાજા દશરથ જેવા છે. નીતીશ કુમારે મને પોતાનો પુત્ર માની લીધો છે. તેજસ્વીએ કહ્યું કે દશરથે ભગવાન રામને વનવાસમાં મોકલ્યા હતા અને નીતિશ કુમારે મને તેમની વાત સાંભળવા અને કામ કરવા જનતાની વચ્ચે મોકલ્યો છે.

તમારો ભત્રીજો ઝંડો ઉઠાવીને મોદીને બિહારમાં રોકવાનુ કામ કરશે - તેજસ્વી યાદવ 
 
વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે અમે સીએમ નીતિશ કુમારને અમારા પરિવારના સભ્ય માનીએ છીએ. અમે સમાજવાદી પરિવારમાંથી છીએ. તમે દેશમાં મોદીને રોકવા માટે જે ઝંડા લઈને આવ્યા હતા, હવે તમારો ભત્રીજો બિહારમાં મોદીને રોકવાનુ કામ કરશે. 01:12 PM, 12th Feb
- RJDના 3 ધારાસભ્યો સત્તાધારી પક્ષમાં બેસ્યા  
પટના: આરજેડીના ધારાસભ્યો નીલમ દેવી, ચેતન આનંદ અને પ્રહલાદ યાદવ વિધાનસભામાં સત્તા પક્ષે બેઠા છે.
 
- ઉપાધ્યક્ષ ગૃહની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા છે
બિહાર વિધાનસભાની કાર્યવાહી હવે ગૃહના ઉપાધ્યક્ષ મહેશ્વર હજારી ચલાવી રહ્યા છે.
 
- વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો
ગૃહમાં ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હવે આ અંગે ચર્ચા થશે અને ત્યાર બાદ મતદાન થશે.
 
- ધારાસભ્યો વિધાનસભા ગૃહની અંદર આવવા લાગ્યા
રાજ્યપાલના સંબોધન બાદ બિહાર વિધાનસભામાં ધારાસભ્યો ગૃહની અંદર આવવા લાગ્યા છે. હવે થોડીવારમાં કાર્યવાહી શરૂ થશે.
 
- બિહાર સરકાર વિરુદ્ધ આરજેડીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા RJD કાર્યકર્તાઓ પટનાની સડકો પર ઉતરી આવ્યા છે. તેઓ બિહાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

 
- અમારા બે ધારાસભ્યોને JDU વ્હીપ પાસે બેસાડવામાં આવ્યા - RJD
RJDના પ્રવક્તા શક્તિ સિંહે ફ્લોર ટેસ્ટ પહેલા કહ્યું છે કે અમારા બે ધારાસભ્યો ચેતન આનંદ અને નીલમ દેવીને JDU વ્હિપ પાસે બેસાડવામાં આવ્યા છે. તેને ધમકીઓ આપવામાં આવી હતી.