શનિવાર, 2 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :ગાજીપુર , શનિવાર, 2 નવેમ્બર 2024 (15:14 IST)

Video - યોગી બનીને ભીખ માંગી રહ્યા હતા મુસ્લિમ યુવકો, પકડાયા તો હાથ જોડીને માંગી માફી, સફાઈ આપતા કહી આ વાત

Ghazipur
Ghazipur
. જીલ્લામાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહી યોગીનો વેષ બનાવીને ભગવા કપડા પહેરીને ત્રણ મુસ્લિમ યુવકોને સ્થાનિક લોકોએ પકડી લીધો.  પૂછપરછ કર્યા બાદ તેમને પોતાની ઓળખ બતાવી. આ ત્રણેય યુવક કાસિમાબાદ ક્ષેત્રમાં ખુદને હિન્દુ બતાવીને દિવાળી પછી લોકો પાસે પ્રસાદ માંગવાના નામ પર ભિક્ષા માંગતા જોવા મળ્યા.  વીડિયોમાં સ્પષ્ટ રૂપે જોવા મળી જઈ રહ્યુ કે ત્રન લોકો યોગીના વેષમાં ભગવા કપડા પહેરીને માથા પર ભગવા સાફો બાંધેલા જોવા મળી રહ્યા છે. 
 
દિવાળી પછી માંગી રહ્યા હતા પ્રસાદ 
ઉલ્લેખનીય છે કે દિવાળી પછી ત્રણ યુવકો ભગવા કપડા પહેરીને ભિક્ષા માંગવા નીકળ્યા. આ દરમિયાન કાસિમાબાદ વિસ્તારમાં સ્થાનીક લોકોએ તેમને પકડી લીધા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે આ યુવક સ્થાનીક લોકોની વચ્ચે ઉભા છે અને લોકો તેમને તેમનુ અસલી નામ પૂછી રહ્યા છે.  લાંબો સમય સુધી પૂછપરછ કર્યા પછી તેમાથી એકે પોતાનુ નામ સોહરાબ મિયા બતાવ્યુ.  ત્યારબાદ સ્થાનીક લોકોએ એ બધાને વેશભૂષા અને ધર્મ બદલીને લોકોને ચકમો આપવાના ગુનામાં કોતવાલી કાસિમાબાદ લઈને આવ્યા અને પોલીસને સોંપી દીધા.  

ખોટું નામ અને સરનામું બતાવીને માંગતા હતા ભીખ  
મામલો સામે આવ્યા બાદ પોલીસે આ લોકોની પૂછપરછ પણ કરી હતી. પ્રેસ નોટ જારી કરતી વખતે એરિયા ઓફિસર ચોબ સિંહે આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે 1 નવેમ્બરના રોજ સોનબરસાના રહેવાસી શિવ કુમાર ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક લોકો મુસ્લિમ સમુદાયના હોવા છતાં, હિન્દુ ધર્મનો પોશાક પહેરીને ખોટું નામ અને સરનામું આપીને ભીખ માંગે છે.
 
ત્રણેય યુવકો મઉના રહેવાસી  
ફરિયાદના આધારે કાસિમાબાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સોહરાબ (35), શહઝાદ ખાન (24) અને નિયાઝ (42) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ મઉ જિલ્લાના દોહરીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના  રહેવાસી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કાસિમાબાદમાં ચલણ દાખલ કરવામાં આવ્યું છે.