ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (10:14 IST)

શીત સત્રમાં રામ મંદિર પર બિલ નહી લાવે સરકાર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની રાહ જોશે - અમિત શાહ

ભાજપા અધ્યક્ષ અમિત શાહે સંસદ શીતકાલીન સત્રમાં રામ મંદિર બનાવવા માટે બિલ કે તેના તરત જ બાદ અધ્યાદેશ લાવવાની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. શાહે કહ્યુ કે મંદિર મામલે કોઈ નિર્ણય લેતા પહેલા પાર્ટી અને સરકાર જાન્યુઆરીમાં સુપ્રીમકોર્ટમાં થનારી સુનાવણીની રાહ જોશે. 
 
એક ચેનલને આપેલ ઈંટરવ્યુમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે પાર્ટી અને સરકાર સુપ્રીમ કોર્ટૅની સુનાવણીની રાહ જોવા માંગે છે. તેમણે આશા બતાવી કે જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે અને બધુ ઠીક થઈ જશે. આ દરમિયાન શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. 
 
બોલ્યા.. અમારુ બસ ચાલતુ તો આ મામલો ક્યારનો ઉકેલાય ગયો હોત 
 
તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો નવ વર્ષથી વિચારાધીન છે. કોંગ્રેસની જેમ ભાજપાએ ટોચની કોર્ટમાં ક્યારેય નથી કહ્યુ કે કેસને ટાળવામાં આવે. શાહે કહ્યુ કે અમારુ બસ ચાલતુ તો આ મામલો ક્યારયન્મો ઉકેલાય ગયો હોત. 
 
 
રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે?
 
ભાજપ પાસેથી રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમના જન્મ પછી પહેલી વાર અયોધ્યા આવ્યા છે તેમને આવવા દો... ઉલ્લેખનીય છે કે વિહિપ અને સંત સમાજ શીતકાલીન સત્રમાં રામ મંદિર માટે કાયદો બનાવવા કે ત્યારબાદ અધ્યાદેશ લાવીને મંદિર નિર્માણનો રસ્તો સરળ કરવાની માંગ કરી રહ્યા છે.  પહેલા એવુ લાગતુ હતુ કે સરકાર શીત સત્રમાં આ સંદર્ભમાં બિલ રજુ કરી શકે છે.