અરવિંદ કેજરીવાલને CBIનું તેડું, 16 એપ્રિલે પૂછપરછ થશે : સૂત્રો
CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે. રિપબ્લિક ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ નવી દારૂ નીતિ અંગે 16 એપ્રિલે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે.
દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત કૌભાંડમાં મોટા સમાચાર છે. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરશે. સીબીઆઈ વતી કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમને 16 એપ્રિલ (રવિવારે) પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સીબીઆઈની સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ દારૂ નીતિ કેસની તપાસ કરી રહી છે.