શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 16 ઑક્ટોબર 2017 (14:59 IST)

ગદ્દારોએ બનાવ્યો તાજમહેલ.. ભારતીય સંસ્કૃતિ પર કલંક - સંગીત સોમ

દુનિયાભરમાં હિન્દુસ્તાનની ઓળખના પ્રતિકોમાં સાલેમ કરાનારા તાજમહેલને ઉત્તર પ્રદેશના પર્યટન પ્રસાર સાથે જોડાયેલી એક બુકલેટમાં સ્થાન ન આપવાને લઈને હાલમાં જ વિવાદ થયો હતો અને હવે રાજ્યમાં સત્તાધીન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પર કલંક બતાવતા કહ્યુ કે તાજમહેલનુ નિર્માણ ગદ્દારોએ કર્યુ હતુ. 
 
સંગીત સોમે કહ્યુ કે ઘણા લોકોને એ વાતની ચિંતા છે કે તાજમહેલને યૂપી ટુરિઝમ બુકલેટમાંથી ઐતિહાસિક સ્થાનોની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યુ... કયા ઈતિહાસની આપણે વાત કરી રહ્યા છીએ ? જે વ્યક્તિ (શાહજહા) એ તાજમહેલ બનાવડાવ્યુ હતુ તેણ એપોતાના પિતાને કેદ કરી લીધા હતા.. તે હિન્દુઓને કત્લેઆમ કરવા માંગતો હતો.. જો આ જ ઈતિહાસ છે તો આ ખૂબ જ દુખદ છે અને અમે ઈતિહાસ બદલી નાખીશુ.. હુ તમને ગેરંટી આપુ છુ.. સંગીત સોમે મુગલ બાદશાહ બાબર, ઔરંગઝેબ અને અકબર ને ગદ્દાર કહ્યુ. અને દાવો કર્યો કે તેમના નામ ઈતિહાસમાંથી હટાવી દેવા જોઈએ. 
 
 
બીજેપીના સાંસદ અંશુલ વર્માએ પણ વિચાર સાથે સહમતિ બતાવતા કહ્યુ, તાજમહેલ પર્યટન સ્થળ છે.. તેને ભારતીય સંસ્કૃતિ સાથે ન જોડો. સોમે જે કાંઈ પણ કહ્યુ તેમા વિવાદાસ્પદ કશુ જ નથી. આનુ રાજનીતિકરણ ન કરો..