શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2024 (11:13 IST)

હવે તિરુપતિમાં ઈસ્કોન મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે

Tirupati Venkateswara Temple
Bomb Threat to Iskcon Temple: સ્કૂલ, હોટેલ, ફ્લાઈટ બાદ હવે ઈસ્કોન મંદિરને બોમ્બની ધમકી મળી છે. આંધ્રપ્રદેશના તિરુપતિમાં બનેલા મંદિરના વહીવટીતંત્રને એક ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેના વિશે જાણ થતાં જ ખળભળાટ મચી ગયો છે. પોલીસે મંદિરને ચારે બાજુથી ઘેરી લીધું છે.
 
ધમકી બાદ તરત જ ફાયર બ્રિગેડ, પોલીસની ટીમો, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા મંદિરના દરેક ખૂણે શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક મળી આવ્યું ન હતું. હવે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક મુલાકાતીઓની કડક તપાસ કરવામાં આવી રહી છે.
 
હોટલોને પણ મળી છે બોમ્બની ધમકીઃ તમને જણાવી દઈએ કે ઈસ્કોન મંદિરના કર્મચારીઓને 27 ઓક્ટોબરે એક ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા આતંકવાદીઓ મંદિરને ઉડાવી દેશે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મંદિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર પરિસરમાંથી કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. આ પછી પોલીસે ધમકીને નકલી ગણાવી. હવે જે ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.