મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 25 ઑક્ટોબર 2024 (18:15 IST)

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

- મહિલાઓના અંગની તુલના ફળ સાથે કરવાથી જોરદાર થઈ આલોચના 
- દિલ્હી મેટ્રોને હવે આપવી પડી રહી છે સફાઈ કહ્યુ આગળ ધ્યાન રાખીશુ 
 
દિલ્હી મેટ્રોએ ગુરૂવારે કહ્યુ કે તેમણે સ્તન કેંસર વિશે જાગૃતતા ફેલાવવા માટે લગાવેલ એ પોસ્ટરને હતાવી દીધુ જેના પર લખ્યુ હતુ કે તમારા સંતરા(સ્તન)નુ ચેકઅપ કરાવો. સવાલ એ છે કે શુ આ ઉપમા મેસેજને અસ્પષ્ટ કરે છે ?  શુ આ મેસેજ સમાજમાં મહિલાઓને સહજ અનુભવવામાં મદદ કરે છે કે તેમને અસહજ બનાવે છે. સોશિયલ મીડિયા અને તેની બહાર એક બિન લાભકારી સંગઠન યૂવીકૈન ફાઉંડેશનના પોસ્ટરને લઈને ચાલી રહેલ વિવાદ પછી દિલ્હી મેટ્રોએ આ પોસ્ટર હટાવ્યુ અને ચોખવટ કરી કે આગળ ધ્યાન રાખીશુ. 


ઓક્ટોબરમાં સ્તન કેંસર જાગૃતતા મહિના દરમિયાન શરૂ કરવામાં આવેલ આ અભિયાનમાં એઆઈથી નિર્મિત મહિલાઓને બસમાં સંતરા લઈને બતાવાઈ છે જેના હેડિંગમાં મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સ્તન કેંસર છે કે નહી એ કાળજી માટે સમય રહેતા મહિનામાં એક વાર તમારા સંતરાનુ ચેકઅપ કરાવો.  જોકે આ પોસ્ટર ફક્ત એક ટ્રેન પર હતુ. પણ મુસાફરોએ તેનો ફોટો ખેંચી લીધો. તેને ખૂબ શેયર કરવામાં આવ્યુ અને આ મુદ્દો જોતજોતામા સોશિયલ મીડિયાના વિવિધ મંચો પર ગંભીર ચર્ચાનો વિષય બની ગયો. 
 
કલાકાર અને સ્તન કેંસરથી પીડિત સુનૈના ભલ્લાએ આ પોસ્ટરને લઈને નારાજગી બતાવતા પુછ્યુ, શુ પોસ્ટર નિર્માતાઓમા માનવીય શાલીનતાની આટલી કમી છે કે તેઓ શરીરના એક મહત્વપૂર્ણ અંગની તુલના એક ફળ સાથે કરી રહ્યા છે ?  ભલ્લાએ આ અભિયાનને અપ્રભાવી, નિરર્થક અને આપત્તિજનક ગણાવ્યુ. તેમણે કહ્યુ આ સ્તન છે - પુરૂષો અને મહિલાઓ બન્નેમાં આ હોય છે અને હા બંનેને કેંસર થઈ શકે છે. આ પોસ્ટર જાહેરાત ઉદ્યોગનુ એક નવુ નિમ્ન સ્તર છે.  
 
આલોચના પછી હટાવ્યુ પોસ્ટર 
 દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે અમે લોકોની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ બનવાનો પ્રયાસ કરીએ છીએ. દિલ્હી મેટ્રો તેના પરિસરમાં અયોગ્ય જાહેરાતની આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.