શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2024 (15:46 IST)

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

અભિનેત્રી હિના ખાન કેંસર સામે લડાઈ લડી રહી છે. તેમણે થોડા દિવસ પહેલા જ આ સમાચાર પોતાના ફેંસ સાથે શેયર કરી હતી અને તે આ બીમારી સામે લડવાની પોતાની યાત્રામાં બધાને સાથે લઈ રહી છે. હવે હિનાએ કીમોથેરેપી સેશન પહેલા પોતાના વાળ કપાવતા એક વીડિયો શેયર કર્યો છે. પહેલુ પગલુ ઉઠાવતા જ હિના સ્માઈલ કરે છે. પછી તે રડવા માંડે છે.  વીડિયો સાથે તેમણે એક નોટ પણ શેયર કરી છે. 

Hina Khan એ એક જોરદાર નોટ સાથે ઈસ્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યો. તેમા લખ્યુ છે તમે બેકગ્રાઉંડમાં મારી મા ની કાશ્મીરી ભાષામાં વિલાપ કરતો અવાજ સાંભળી શકો છો. કારણ કે તેમણે ખુદને કંઈક એવુ જોવા માટે તૈયાર કરી હતી જેની તેમને ક્યારેય કલ્પના પણ કરવાની હિમંત નહોતી કરી.  દિલ તોડનારી ભાવનાઓ માટે આપણા બધા પાસે શબ્દ નથી.  

 
હિના ખાને તાજેતરમાં બતાવ્યુ છે કે તેમણે સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેંસરની જાણ થઈ છે.. શુક્રવારે હિનાએ પોતાના ઈસ્ટાગ્રામ હેંડલ પર ફેંસની સાથે દિલ દહેલાવનારા સમાચાર શેયર કર્યા. તેમણે શેયર કર્યુ કે તેમની સારવાર પહેલા શરૂ થઈ ચુકી છે અને તેમણે બધાને આશ્વાસન આપ્યુ કે તે ઠીક થઈ રહી છે. હિનાએ આગળ કહ્યુ કે તે મજબૂતી સાથે ફરી આવશે.  તેમણે ફેંસને ખુદને માટે પ્રાર્થના કરવાનુ પણ કહ્યુ. 
 
સ્ત્રીઓનુ દિલ ટચ કરનારી પોસ્ટ 
તેમણે આગળ લખ્યુ, અહી હાજર બધા સુંદર લોકો માટે ખાસ કરીને મહિલાઓ જે એક જ લડાઈ લડી રહી છે. મને ખબર છે કે આ મુશ્કેલ છે હુ જાણુ છુકે અમારામાંથી મોટાભાગના લોકો માટે આપણા વાળ એ તાજ છે જેને આપણે ક્યારેય ઉતારવા માંગતા નથી. પણ શુ થાય જો તમે આટલી મુશ્કેલ લડાઈનો સામનો કરી રહ્યા છો કે તમારે તમારુ ગૌરવ તમારો તાજ ગુમાવવો પડે ? જો તમે જીતવા માંગો છો તો તમારે કેટલાક મુશ્કેલ નિર્ણય લેવા પડશે...અને હુ જીતવાનુ પસંદ કરુ છુ.  
 
હિના ખાને લખી ઈમોશનલ નોટ 
નોટમાં આગળ લખ્યુ છે મે આ લડાઈ જીતવા માટે ખુદને દરેક શક્ય તક આપવાનો નિર્ણય કર્યો છે. હુ મારા સુંદર વાળને ખરતા પહેલા જ છોડી દેવા માંગુ છુ. હુ આ માનસિક તનાવને અનેક અઠવાડિયા સુધી સહન કરવા નથી માંગતી.  તેથી મે મારો તાજ છોડવો પસંદ કર્યો.  કારણ કે મને એહસાસ થયો કે મારો અસલી તાજ મારુ સાહસ, મારી તાકત અને મારા માટેનો મારો પ્રેમ છે.  અને હા હુ આ ફેઝ માટે મારી એક સારી વિગ બનાવવા માટે મારા વાળનો ઉપયોગ કરવાનુ વિચાર્યુ છે.  વાળ પરત ઉગી જશે.. આઈબ્રો પરત આવી જશે.. ઘા મટી જશે પણ આત્મા બરકાર રહેવી જોઈએ.  '
 
આવી રીતે લડી રહી છે કેંસરની લડાઈ 
હિનાએ અંતમાં લખ્યુ, હુ મારી સ્ટોરી મારી યાત્રા રેકોર્ડ કરી રહી છુ. જેથી આ સુનિશ્ચિત કરી શકાય કે ખુદને ગળે લગાવવા માટે મારો પ્રયસ દરેક સુધી પહોચે.  જો મારી સ્ટોરી કોઈને માટે આ કષ્ટદાયી અનુભવના એક દિવસને પણ સારો બનાવી શકે છે તો આ તેને લાયક છે.