1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2024 (18:07 IST)

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

drashti dhami
drashti dhami twitter images 
યામી ગૌતમ અને વરુણ ધવનની પત્ની નતાશા દલાલ પછી હવે બીજી અનેક અભિનેત્રીઓ માતા બનવા જઈ રહી છે. ઋચા ચડ્ઢા અને દીપિકા પાદુકોણ પછી આ લિસ્ટમાં હવે એક વધુ અભિનેત્રીનુ નામ સામેલ થઈ ગયુ છે.  નાના પડદાની જાણીતી અભિનેત્રે દ્રષ્ટિ ધામી (Drashti Dhami Pregnant) મા બનવાની છે. 
drashti dhami
drashti dhami
દ્રષ્ટિ ધામીએ વર્ષ 2015 માં બિઝનેસમેન નીરજ ખેમકા (Neeraj Khemka) સાથે સાત ફેરા લીધા. લોકો દ્રષ્ટિ અને તેના પતિની જોડીને પસંદ કરે છે, જેણે તેના પતિ સાથેના તેના રોમેન્ટિક બોન્ડ માટે હેડલાઇન્સ બનાવી હતી. તેના લગ્ન થયા ત્યાર જ ફેંસ તેમને માતા બનતા જોવા માંગતા હતા. હવે આખરે ફેંસ, પરિવાર અને કપલનું આ સપનું પણ પૂરું થવા જઈ રહ્યું છે.

 
દ્રષ્ટિ ધામી છે પ્રેગનેંટ  - લગ્નના 9 વર્ષ પછી દ્રષ્ટિ ધામી માં બનવા જઈ રહી છે. અભિનેત્રીએ 14 જૂન 2024ના રોજ પોતાની પ્રેગનેંસીની એનાઉંસમેંટ યૂનિક અંદાજમાં કરી  છે.  એક્ટ્રેસે ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર એક વીડિયો શેયર કરી છે. ક્લિપમાં દ્રષ્ટિ અને નીરજે વ્હાઈટ ટી-શર્ટ પહેરી છે. નીરજની ટીશર્ટ પર લખ્યુ છે.  પિતા બનવાની તૈયારીમા અને દ્રષ્ટિની ટીશર્ટ માં મમ્મા બનવાની તૈયારી માં લખ્યુ થયો છે.  બંનેના હાથમાં એક બોર્ડ પણ છે. જેમા લખ્યુ છે કે તેઓ ઓક્ટોબરમાં બેબીનુ સ્વાગત કરવા જઈ રહ્યા છે. 
 
આ મહિનામાં થશે ડિલીવરી 
વીડિયોમાં જોઈ શકાય છે કે નીરજ અને દ્રષ્ટિએ હાથમાં વાઈનનો ગ્લાસ લીધો છે અને એક બેનર પકડ્યુ છે.  જેમા પર લખ્યુ છે -  પિંક (છોકરી) હોય કે બ્લૂ (છોકરો) અમે બસ એટલુ જાણીએ છીએ કે  અમે ધન્ય છીએ. વીડિયોમાં કપલનો પરિવાર આ જશ્નનો ઉલ્લાસ મનાવતા જોઈ શકાય છે.  પરિવાર તેમના હાથથી વાઈનનો ગ્લાસ છીનવીને દૂધની બોટલ પકડાવી દે છે.  
 
આ વિડીયો શેર કરતા દ્રષ્ટિ ધામીએ કેપ્શનમાં લખ્યું છે, "એક ગેલેક્સીમાં બહુ દૂર નથી, એક નાનો બળવાખોર અમારી ક્રેઝી ટ્રાઈબમાં જોડાઈ રહ્યો છે. કૃપા કરીને અમને પ્રેમ, આશીર્વાદ, રોકડ અને ફ્રેન્ચ ફ્રાઈસ મોકલો. બેબી રસ્તામાં છે. અમે ઑક્ટોબરની રાહ જોઈ રહ્યા છીએ. " ફેન્સ અને સેલિબ્રિટી આ કપલને અભિનંદન આપી રહ્યા છે.