1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 મે 2024 (13:07 IST)

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

rs sodhi
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ના સોઢી ઉર્ફ ગુરૂચરણ સિંહને લઈને દિલ ખુશ કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. 25 દિવસ પછી અભિનેતા ગુરૂચરણ સિંહ છેવટે મળી ગયા છે. સબ ટીવી શો માં સોઢીનુ પાત્ર ભજવીને ઘર ઘર જાણીતા થયેલા અભિનેતા સોઢી 25 દિવસથી લાપતા હતા.  તેમના પિતાએ દિલ્હી પોલીસમાં લાપતની એફઆઈઆર પણ નોંઘાવી હતી. પરંતુ હવે અનેક દિવસો સુધી ગાયબ રહ્યા બાદ ગુરૂચરણ પોતે ઘરે પરત ફર્યા છે.  દિલ્હી પરત ફરતા પોલીસે તેમની પૂછપરછ કરી અને તેમના ગાયબ રહેવાનુ કારણ બતાવ્યુ છે.   
 
દિલ્હી પોલીસે ગુરૂચરણ સિંહની પૂછપરછ કરી 
 
ગુરૂચરણ સિંહના આવ્યા પછી દિલ્હી પોલીસે તેમની પૂછપરછ કરી. પોલીસે તેમનુ નિવેદન કોર્ટમાં નોંઘાવી દીધુ છે. આ દરમિયાન અભિનેતાએ ખુલાસો કર્યો કે તેઓ ધાર્મિક યાત્રા પર ગયા હતા. દુનિયાદારીથી મન ભરી ગયુ હતુ. તેથી તે કોઈને કશુ બતાવ્યા વગર ઘરેથી દૂર ચાલ્યા ગયા. આ 25 દિવસ દરમિયાન તેઓ થોડા સમય માટે અમૃતસર અને પછી લુઘિયાનામાં રહ્યા. સોઢી અનેક શહેરોના ગુરૂદ્વારામાં પણ રોકાયા હતા. પણ જ્યારે તેમને આ અહેસાસ થયો કે હવે ઘરે પરત ફરવુ જોઈએ ત્યારે તેઓ પરત આવી ગયા. 
 
શુ છે ગુરૂચરણ સિંહના ગાયબ થવાનો મામલો ?
ગુરૂચરણ સિંહ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ માટે નીકળ્યા હતા. પણ 26 એપ્રિલના રોજ જાણવા મળ્યુ કે તેઓ એ શહેર પહોચ્યા જ નહી અભિનેતાને દિલ્હી એયરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ તેઓ ત્યાથી ક્યા ગાયબ થઈ ગયા એ કોઈએ જોયુ નહી. ત્યારબાદ તેમના પિતાએ પાલમ પોલીસ મથક પર લાપતાની રિપોર્ટ નોંઘાવી.  પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. જ્યારબાદ અનેક નવા પુરાવા મળ્યા હતા. પણ ત્યારબાદ પણ અભિનેતા વિશે કંઈ જાણ થઈ નહોતી. 
 
ગુરૂચરણ સિંહે પોતાના ખાતામાંથી 14 હજાર રૂપિયા કાઢ્યા હતા.  
એવા પણ સમાચાર હતા કે અભિનેતા લગ્ન કરવાના હતા અને તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. પણ આ દરમિયાન તેમણે પોતના ખાતામાંથી પૈસા પણ કાઢ્યા હતા.  એટીએમમાંથી પૈસા કાઢવના ફુટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે બતાવ્યુ હતુ કે તેમને પોતાના બેંક ખાતામાંથી 14 હજાર રૂપિયા કાઢ્યા હતા.