મંગળવાર, 15 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (17:35 IST)

તમિલનાડુના 40000થી વધુ યુવા બ્રાહ્મણોને નથી મળી રહી dulhan, હવે યૂપી-બિહારમાં શોધી રહ્યા છે કુંવારી છોકરીઓ

તમિલનાડુમા 40000થી વધુ યુવા તમિલ બ્રાહ્મણ (Tamil Brahmin)પુરૂષોને રાજ્યની અંદર કન્યા શોધવી  મુશ્કેલ થઈ રહી છે. વધુની શોધમાં હવે તમિલ બ્રાહ્મણ પુરૂશોએ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ શોધવાનુ શરૂ કર્યુ છે. રિપોર્ટ્સ મુજબ તમિલ બ્રાહ્મણ પુરૂષો માટે દુલ્હન શોહ્દવા માટે સંઘ આ બે રાજ્યોમાં એક વિશેષ અભિયાન શરૂ કર્યુ છે.  થમિજનડુ બ્રાહ્મણ એસોસિએશનના અધ્યક્ષ એન નારાયણને આ વિશે માહિતી આપતા કહ્યુ અમે અમારુ વિશેષ અભિયાન શરૂ કર્યુ છે. કેટલાક આંકડાઓનો હવાલો આપતા તેમણે કહ્યુ કે 30-40 વર્ષના 40000થી વધુ તમિલ બ્રાહ્મણ પુરૂષ લગ્ન કરવામાં અસમર્થ છે. કારણ કે તમિલનાડુમાં દુલ્હન નથી મળી રહી. તેમણે કહ્યુ કે જો લગ્ન કરવા યોગ્ય 10 છોકરાઓ છે તો તેની સામે છોકરીઓ ફક્ત 6 છે. 
 
તેમણે જણાવ્યુ કે તમિલ બ્રાહ્મણ પુરૂષો માટે દુલ્હન શોધવા માટે દેશની રાજધાની દિલ્હી, લખનૌ અને પટનામં સમન્વયક નિયુક્ત કરવામાં આવશે. તેમા તે લોકો સામેલ હશે જે વાચી અને લખી શકે છે અને હિન્દુ બોલી શકે છે. એસોસિએશન મુજબ લખનૌ અને પટનાના લોકોના સંપર્કમાં છે. નારાયણને આગળ જણાવ્યુ કે અનેક બ્રાહ્મણ લોકોએ આ આંદોલનનુ સ્વાગત કર્યુ છે પણ અનેકના વિચાર આની સાથે મેળ ખાતા નથી. 
 
શિક્ષાવિદ એમ પરમેશ્વરે કહ્યુ કે લગ્ન યોગ્ય તમિલ બ્રાહ્મણ યુવતીઓ ઉપલબ્ધ નથી પણ યુવકોને યુવતી ન મળી શકવાનુ આ જ એકમાત્ર કારણ નથી. તેમણે જણાવ્યુ કે યુવકો તરફથી હંમેશા ધૂમધામ અને જોરશોરથી લગ્નની આશા કેમ કરવામ આવે છે ? યુવકોના માતાપિતા કેમ ઈચ્છે છે કે લગ્ન આલીશાન મેરેજ હોલમાં જ કેમ થાય ? સાધારણ રીતે પણ લગ્ન કરાવી શકાય છે.