મોટા સમાચાર- તમિલનાડુમાં 3 રૂપિયા સસ્તુ થયુ પેટ્રોલ - petrol price decrease in tamilnadu | Webdunia Gujarati
રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (16:51 IST)

મોટા સમાચાર- તમિલનાડુમાં 3 રૂપિયા સસ્તુ થયુ પેટ્રોલ

ચેન્નઈ- પેટ્રોલમાં ભારે કીમતથી પરેશાન લોકોને તમિલનાડુ સરકારે રાહત આપી છે. રાજ્યની એમકે સ્ટાલિન સરકારે બજેટમાં પેટ્રોલની કીમત 3 રૂપિયા દર લીટર ઓછી કરવાની જાહેરાત કરી છે.
 
તમિલનાડુ વિધાનસભાનો શુક્રવારથી બજેટ સત્ર શરૂ થઈ ગયુ છે. રાજ્યના વિત્તમંત્રી પલાનીવેલ ત્યારગરાજનએ રાજ્યનો પ્રથમ ઈ-બજેટ રજૂ કર્યો. બજેટમાં સરકારે પેટ્રોલ ટેક્સમાં 3 રૂપિયા દર લીટર કમી કરવાની મોટી જાહેરાત કરી છે. તેનાથી રાજ્યને દર વર્ષે 1160 કરોડ રૂપિયાનો આર્થિક ભાર પડશે.