શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (16:27 IST)

રાજ્યમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, 14 દિવસમાં મહાપાલિકાના ચોપડે તાવ-શરદીના 1 હજાર 184 કેસ

ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે હવે કોરોના કેસો મંદ પડ્યાં છે પરંતુ બીજી બાજુ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો મોટા પાયે ફાટી નીકળ્યો છે. રાજ્યમાં મોટા પાયે બાળકો ઋતુગત બીમારીના ભરડામાં આવી રહ્યાં છે. 
જુલાઇ મહિનામાં કુલ 2 હજાર 900 બાળકોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં તો જૂન મહિનામાં 1 હજાર 50 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતાં.
જ્યારે ઓગસ્ટ મહિનામાં ફક્ત 12 દિવસમાં જ 1 હજાર 470 બાળકોને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં. જે પૈકી 475 બાળકોને દાખલ કરવાની ફરજ પડી. બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી 
 
અને તાવના કેસો ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે.
વડોદરામાં પણ માં તાવના ૨૧૨ કેસ, ચિકનગુનિયાના 17 તો ડાયેરિયાના 145 કેસ સામે આવ્યાં
 
જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસ
ડેંગ્યુ – 8
મેલેરિયા- 6
ચિકનગુનિયા- 3
ટાઈફોઈડ તાવ- 1
કોલેરા- 2
ઝાડા અને ઉલ્ટી- 27
વાયરલ તાવ- 79