શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (15:16 IST)

સુરતમાં અખ્તરે મુકેશ નામ રાખીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા,એક સંતાન થઈ ગયા બાદ ભાંડો ફૂટ્યો

ડિંડોલીમાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં તેને માર્યો હતો. જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ડિંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતી અમિતા( નામ બદલ્યું છે) 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. એ સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા કહ્યું હતું. અમિતાએ મુકેશને નવા ગ્રાહકો લાવવાનું કહેતાં મુકેશ 10થી 15 ગ્રાહક લાવ્યો હતો. તેથી અમિતા અને મુકેશ વચ્ચે મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. મુકેશે કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મુકેશની ઉંમર 30થી વધુ હતી. અમિતાની 20 વર્ષ હતી. અમિતાએ મુકેશને કહ્યું, તારી ઉંમર વધુ હોવાથી માતા-પિતા ના પાડશે. તેથી મુકેશે સમજાવી કે રેલવેમાં નોકરીની વાત કરશે તો માતા- માતા માની જશે. બાદ લગ્ન થતાં તેમને સંતાનમાં એક દીકરો થયો હતો. થોડા મહિલા પહેલાં અમિતાના હાથમાં મુકેશનું આધાર કાર્ડ આવ્યું, એમાં અખ્તર મોહંમદ સમતઅલી શેખહતું. તેથી અમિતા ચોંકી હતી. તેણે મુકેશને પૂછતાં કહ્યું કે મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર છે. તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરવો જોઈએ, કહી ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો. બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. ના પાડે તો મારતો હતો. મુસ્લિમ હોવાની વાત કોઈને કરી તો દીકરાને લઈને જતો રહેશે એવી ધમકી આપી હતી. અખ્તરે રેલવેમાં નોકરી અપાવવાના બહાને અમિતાના ત્રણ સંબંધી પાસે 13.60 લાખ પડાવ્યા હતા.અખતરની અગાઉની પત્ની બાબતે પૂછતા કહ્યું કે, અમારા ધર્મમાં 4 પત્ની રાખી શકાય.અમિતાને મસ્જિદમાં લઈ જવાનું કહેતા ગભરાઈ જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.