રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2024 (14:55 IST)

Birth to 5 cubs- માદા ચીત્તા ગામિનીએ 5 શાવકોને આપ્યુ જન્મ કેંદ્રીય મંત્રીએ શેર કર્યુ વીડિયો

Kuno national park
Kuno national park- મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કથી સારા સમાચાર આવ્યા છે. અહીં કુનો નેશનલ પાર્કમાં ચીત્તા  'ગામિની'એ રવિવારે પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો. હવે આ પાંચ બચ્ચા સાથે દેશમાં દીપડાઓની કુલ સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ માહિતી આપી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ 'X' પર આ વિશે પોસ્ટ કર્યું હતું.
 
 
કેંદ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને આપી જાણકારી 
હકીકતાઅ& કેંદ્રીય મંત્રી ભૂપેંદ્ર યાદવએ પાંચ શાવકોના જન્મ લેવાની જાણકારી એક્સ પર શેર કરી છે. એકસ પર પોસ્ટ તેણે લખ્યું છે કે “પાંચ બચ્ચા, કુનો! દક્ષિણ આફ્રિકાના ત્વાલુ કાલહારી રિઝર્વમાંથી લાવવામાં આવેલી લગભગ પાંચ વર્ષની માદા ચિતા ગામીનીએ આજે ​​પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે.મંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં જન્મેલા ચિત્તાના બચ્ચાની સંખ્યા હવે 13 પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં આ ચોથી વખત છે જ્યારે ચિત્તાએ બચ્ચાને જન્મ આપ્યો છે. જ્યારે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ચિત્તાએ બચ્ચાને જન્મ આપ્યો છે.