રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 જૂન 2018 (12:13 IST)

પૂર્વ આઈપીએસ વણઝારાનો દાવો, સીબીઆઈ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં મોદી અને અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી

ગુજરાતના પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી. વણઝારાએ મંગળવારે  સ્પેશિયલ કોર્ટમાં કહ્યું કે ઇશરત જહાં બનાવટી એકાઉન્ટર કેસમાં સીબીઆઇ તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદી અને રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી. સીબીઆઇ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક રીલીઝ પિટીશનમાં ડી જી વણજારાના વકીલ વી ડી ગજ્જરે ન્યાયાધીશ જે કે પંડ્યા સમક્ષ દાવો કર્યો કે સીબીઆઇ મોદી અને અમિત શાહની ધરપકડ કરવા માંગતી હતી, પરંતુ તેને કિસ્મત કહો કે સમયનો ખેલ આ શક્ય થઇ શક્યું નહી.
તો બીજી તરફ નરેંદ્ર મોદી હવે ભારતના વડાપ્રધાન છે અને ગૃહ રાજ્યમંત્રી રહેતા કોર્ટના આદેશ પર પોતાના જ રાજ્યમાંથી ચાર વર્ષ માટે બહાર કાઢવામાં આવેલા અમિત શાહ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ મામલે જામીન મેળવી ચૂકેલા ડી જી વણઝારાએ આ પહેલાં પણ આ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે નરેંદ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે તપાસ અધિકારીને ગુપ્ત રીતે આ મામલે પૂછતા હતા. સીબીઆઇએ અમિત શાહને 2014માં અપુરતા પુરાવાના અભાવે દોષમુક્ત જાહેર કરી દીધા હતા. જૂન 2004માં, મુંબઇ નિવાસી ઇશરત જહાં (19) તેમના મિત્ર જાહેદ ઉર્ફે પ્રાણેશ અને પાકિસ્તાની મૂળના જીશાન જૌર અને અમજદ અલી રાણાને પૂર્વ આજી વણઝારાની ટીમે અમદાવાદના બહારી વિસ્તારમાં ઠાર માર્યા હતા.  ઇશરત જહાં અને તેમના સાથીઓને તત્કાલીન મુખ્યમંત્રી નરેંદ્ર મોદીની હત્યા કરવાના મિશન પર આવનાર આતંકવાદી ગણવામાં આવ્યા હતા. જોકે પછી સીબીઆઇએ પોતાની તપાસમાં નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે આ એંકાઉન્ટર બનાવટી હતું. ડી જી વણઝારાના વકીલ મંગળવારે દાવો કર્યો કે ક્લાયન્ટ વિરૂદ્ધ આરોપો મનગઢંત છે અને પૂર્વ પોલીસ અધિકારી વિરૂદ્ધ દાવો દાખલ કરવા માટે પૂરતા પુરાવા નથી.  તેમણે એ પણ કહ્યું કે કેટલાક સાક્ષીઓના પહેલા આરોપી હોવાના કારણે તેમની સાક્ષી પર વિશ્વાસ ન કરી શકાય. સીબીઆઇએ વણઝારાની મુક્તિની અપીલનો વિરોધ કર્યો. એક અન્ય સહ આરોપી અને પૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી એન.કે. અમીને પણ આ કોર્ટમાં મુક્તિ અરજી દાખલ કરી જેની સુનાવણી ગત મહિને પુરી થઇ. ગત મહિને પુરી થયેલી સુનાવણીમાં પૂર્વ પોલીસ અધિક્ષક અને વર્તમાનમાં વકીલાતનું કામ કરી રહેલા અમીને દાવો કર્યો કે તપાસમાં સીબીઆઇનો સહયોગ કરી રહેલા ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી સતીશ વર્માએ પુરાવાઓ સાથે છેડછાડ કરી હતી, જેથી એ જાણી ન શકાય કે તેમણે પોતાની બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. બંને પૂર્વ અધિકારીઓએ કોર્ટ દ્વારા દોષમુક્ત સાબિત થઇ ચૂકેલા અન્ય સહ આરોપી પૂર્વ પ્રભારી પોલીસ મહાનિર્દેશક પી પી પાંડેની સાથે સમાનતાની માંગ કરી હતી. કોર્ટે કેસની સુનાવણી આગામી 15 જૂને કરવાનો આદેશ આપ્યો છે.