ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 30 મે 2016 (11:14 IST)

હવે બોગસ લાયસન્સ હશે તો 10,000 રૂપિયા સુધીનો દંડ અને એક વર્ષની જેલ - ગડકરી

એક કાર્યક્રમમાં કેન્દ્રના પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં ચાલતાં વાહનોમાંથી 30 ટકા વાહનોને લાયસન્સ ખોટી પદ્ઘતિથી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળતા હવે લાયસન્સ આપવાની પદ્ઘતિમાં તાકીદે સુધારા કરવામાં આવશે, જેથી અકસ્માત પર અંકુશ લાવી શકાય.  આ માટે બોગસ લાયસન્સ હશે તો 10,000 રૂપિયા સુધીનો દંડ અને એક વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવશે. લાયસન્સ રાજકારણી,  સેલિબ્રિટી અને સામાન્ય જનતા દરેક માટે નિયમો એકસમાન રહેશે.  
 
 વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજકાલ ઘણા શહેરોમાં લોકોને ઘરે બેઠા લાયસન્સ મળી જતા હોય છે અને આવા કાર્યો માટે અનેક અધિકારીઓ જવાબદાર છે. લાયસન્સ મળેલા નાગરિકોમાંથી ઘણા લોકોને નિયમપ્રમાણે વાહનો ચલાવતાં પણ આવડતાં નથી, જેને પરિણામે અકસ્માતની ઘટનાઓની સંખ્યા વધતી જાય છે. દેશમાં આશરે પાંચ હજાર ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યા છે, જેમાં ટ્રેનિંગ બાદ કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષામાં ઉર્તિણ થયા બાદ જ લાયસન્સ મળી શકે છે. તેમ જ પરિવહન અધિકારીએપણ ત્રણ દિવસની અંદર આ લાયસન્સની અરજીને મંજૂર કરવાની અથવા તો નકારી દેવાની હોય છે. દેશભરમાં હાલમાં વર્ષ દરમિયાન 5 લાખ અકસ્માત થાય છે, જેમાંથી ત્રણ લાખ જેટલા નાગરિક અપંગ થઈ જાય છે અને આશરે દોઢ લાખ જેટલા નાગરિક મૃત્યુ પામે છે. ઉપરાંત તેમણે જણાવ્યું કે નક્ષલવાદી અને અન્ય હુમલા દરમિયાન જેટલા મૃત્યુ થાય છે તેના કરતાં અકસ્માતમાં વધુ લોકો મૃત્યુ પામે છે. ટ્રાફિક કંટ્રોલ દ્વારા જોખમી જગ્યા શોધી ત્યાં સુધારા કરવાની જરૂર છે. તેમ જ 'એનએચઆઈ'પાસેથી એક સંકેત સ્થળ તૈયાર કરવામાં આવવાનું છે, જેમાં અકસ્માત થતા હોય તેવી જગ્યાની માહિતી આપી શકશે.