ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 જૂન 2018 (18:03 IST)

શુ છે જનરલ ડેટા પ્રોટેક્શન રેગુલેશન અને કોણ તેનો ઉપયોગ કરે છે ?

વર્તમાન દિવસોમાં સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ડિઝિટલ યુગની મશીનરીમાં તેલનુ કામ કરનારા ડેટાની પ્રાઈવેટ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવી ચર્ચામાં છે. 25 મે 2018 ના રોજ યૂરોપીય સંઘના નેતૃત્વમાં જીડીપીઆર (જનરલ ડેટા પ્રોટેક્શન રેગુલેશન) ને સંપૂર્ણ રીતે લાગૂ કર્યુ અને આ રીતે યૂરોપીય સંગ (ઈયૂ)માં ડેટા પ્રોટેક્શન કાયદાની દિશામાં એક મીલનો પત્થર સ્થાપિત કરવામાં આવ્યો. 
 
જીડીપીઆર શુ છે ?
 
જનરલ ડેટા પ્રોટેક્શન રેગુલેશન (જીડીપીઆર) એક નિયંત્રણ વ્યવસ્થા છે. જેના હેઠળ સમગ્ર યૂરોપીય સંઘમાં નાગરિકોએન ડેટા પ્રોટેક્શન અધિકારોને મજબૂત બનાવવામાં આવ્યુ છે અને તેને માનકીકૃત કરવામાં આવ્યુ છે.  જેના હેઠળ એવુ માનવામાં આવે છે કે ઉપભોક્તા જ આંકડાનો અસલી સ્વામી કે માલિક છે. આ કારણે સંગઠનને ઉપભોક્તા તરફથી સ્વીકૃતિ લેવી પડે છે. ત્યારે ગ્રાહકો તરફથી સ્વીકૃતિ મળ્યા પછી જ આંકડાને સમાપ્ત કરવામાં આવે છે. 
 
આ કોણ પ્રયોગ કરે છે ? 
 
- આને એ બધા સાર્વજનિક અને પર્સનલ સંગઠનો દ્વારા પ્રયોગ કરવામાં આવે છે. જો કે યૂરોપીય સંઘના નાગરિકોના વ્યક્તિગત આંકડાનુ વલણ રાખે છે તેને સ્ટોર કરે છે કે પછી તેનો પ્રોસેસ કરે છે. 
 
- આ કાયદો એ બિન યૂરોપીય સંઘની કંપનીઓ પર લાગૂ કરવામાં આવે છે જે ઈયૂના ખાનગી ડેટાને પ્રોસેસ કરવાનુ કામ કરે છે. 
 
વ્યક્તિગત આંકડા શુ હોય છે ?
 
જીડીપીઆરના કેન્દ્રમાં ખાનગી આંકડા છે. ખાનગી આંકડાનો અર્થ છે કે એવી કોઈ સૂચના જે કોઈ ચિન્હિત કે એક નિશ્ચિત ઓળખ રાખનારા સ્વભાવિક વ્યક્તિ (ડેટા સબજેક્ટ) સાથે સંબંધિત હોય. હવે તેની પરિભાષા ઘણી વિસ્તૃત થઈ ગઈ છે અને તેમા ઓળખને ચિન્હિત કરનારા કારકો જેવા કે જેનેટિક (આનુવંશિક), બાયોમેટ્રિક (જીવમિતીય) સ્વાસ્થ્ય સંબંધી, પ્રજ્ઞાતીય, નાણાકીય હેસિયત, રાજનીતિક વલણોને દર્શાવનારી માહિતી, આઈપી એડ્રેસ વગેરેનો સમાવેશ છે. 
 
જીડીપીઆરને અપનાવવા કેમ જરૂરી છે ?
 
જીડીપીઆરને સંપૂર્ણ રીતે અપનાવવો એટલા માટે મહત્વપૂર્ણ છે અને તેના કોઈ ઉલ્લંઘનને તેથી રોકવુ જરૂરી છે. કારણ કે જીડીપીઆર શરતોનુ પાલન ન કરનારા સંગઠનો પર ભારે નાણાકીય અર્થ દંડ કરે છે.  આવુ ન કરનારા સંગઠનોની સાખ સમાપ્ત થવાનો ખતરો રહે છે. આ સાથે જ યોજના મુજબ વ્યક્તિગત થતા જ આ સાઈબર સુરક્ષાની પ્રક્રિયાઓની જરૂરિયાતને સ્વીકાર કરે છે. આવુ ન થતા દરવર્ષે આંકડાના ઉલ્લંઘનને ખતરો વધતો જાય છે અને અત્યાર સુધી સંગઠન તેનો પ્રભાવી હલ શોધવા માટે સંઘર્ષ કરતુ રહ્યુ છે.  
 
પણ જો માળખા મુજબ વ્યક્તિગતને અપનાવવામાં આવે તો વ્યક્તિગતને લઈને સંગઠનની પહોંચ (એપ્રોચ)ને લઈને સતર્કતા અને ડેટા સુરક્ષા સંબંધી મુદ્દાની સમજ વધશે.  જેના કારણે નબળાઈઓ તરત જ ઓળખી શકાશે અને તેમા સુધાર કરી શકાશે. 
 
જીડીપીઆરને અપનાવવાનોશુ લાભ છે ?
 
- તેનાથી સાઈબર સુરક્ષા વધશે 
- ડેટા પ્રબંધન સારુ થશે 
- રોકાણ બજારથી પ્રાપ્ત થનારી આવક વધશે. 
- તેનાથી દર્શકોની નિષ્ઠા અને વિશ્વાસ વધશે. 
- તેથી નવી વેપારી સંસ્કૃતિને સ્થાપિત કરવામાં અગ્રણી બનો 
 
ભારત અને ભારતીય કંપનીઓ માટે તેનો શુ મતલબ છે ?
 
આ નવા કાયદાનુ ભારતીય વેપારી સંસ્થાનો પર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રભાવ વધશે અને તેનાથી  પ્રાઈવેસી અને ડેટા સુરક્ષાને લઈને ભારતની વિધિક સમજ સારી થશે. સ્પષ્ટ છે કે નવા કાયદાના લાગૂ થવાથી આખી દુનિયાની કંપનીઓએ પોતાની સહમતિ સંબંધી શરતો અને વ્યક્તિગત નીતિઓને અદ્યતન બનવી લીધી છે. તેથી ભારતમાં ઘણા લોકોને અવી માહિતી મળી રહી છે. જો કે હલ આ ભારત માટે અનિવાર્ય નથી. 
 
જો કે મોટાભાગના ભારતીય સંગઠન જીડીપીઆરથી અપ્રભાવિત છે પણ કેટલાક ભારતીય સેક્ટર્સ જેવા કે આઈટી આઉટસોર્સિગ ઈડસ્ટ્રીઝ અને ફાર્માસ્યુટિકલ્સ જીડીપીઆરથી પ્રભાવતિ થઈ શકે છે. કારણ કે તેનુ ઈયૂ બજારમાં કામકાજ છે. જીડીપીઆરનુ પાલન કરવામાં ઘણી જટિલતાઓ છે તેથી આ મામલે જોડાયેલ લોકો અને જોખમ પ્રબંધન કંપનીઓને જીડીપીઆર પર સલહ આપનારી અને ઓડિત કરનારી સેવાઓ માટે નવી તક પણ છે.  જો કે નવા ડેટા પ્રોટેક્શાનનુ માળખુ ન્યાયમૂર્તિ શ્રીકૃષ્ણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે. તેથી શક્યતા છે કે આ જીડીપીઆરના હેઠળ જોગવાથી પ્રભાવિત હોય અને ભારતીય વેપારી સંસ્થાનો માટે પણ આપણે પણ ડેટા પ્રોટેક્શનની ઉભરતી નવી સમાન જરૂરિયાતોને સમજી શકીએ છીએ.