ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 જૂન 2022 (14:56 IST)

International Yoga Day: ITBP ના જવાનોએ ભારત-ચીન સીમા પર 17000 ફીટની ઊંચાઈ પર પર્વત પર કર્યો યોગ

yoga for jawan
International Yoga Day 2022: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકો પણ યોગ કરી રહ્યા છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના બહાદુર જવાનોએ લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત ભારત-ચીન સરહદો પર વિવિધ ઊંચાઈવાળા હિમાલયના પર્વતો પર યોગ કર્યા હતા. સિક્કિમમાં આઈટીબીપીના જવાનો 17000 ફૂટની ઉંચાઈએ બર્ફીલા વાતાવરણમાં યોગ કરી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં જવાનોએ યોગ કરીને દિવસની શરૂઆત કરી હતી. તે જ સમયે, આસામમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો ગુવાહાટીના લચિત ઘાટ પર બ્રહ્મપુત્રા નદીના કિનારે યોગ કરી રહ્યા છે.

 
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે, હિમવીર ઉત્તરાખંડમાં 14,500 ફૂટની ઊંચાઈએ યોગ કરે છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર અરુણાચલ પ્રદેશ, સિક્કિમ સહિત દેશના અન્ય ઘણા ભાગોમાં ITBPના જવાનોએ પણ હજારો ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા.
 
લદ્દાખમાં ભારત-ચીન બોર્ડર પર ITBP જવાનોએ 17 હજાર ફૂટની ઊંચાઈએ યોગ કર્યા. ITBPએ સોશિયલ મીડિયા પર બરફથી ઢંકાયેલી પહાડીઓમાં યોગ કરવાની તસવીર પણ શેર કરી છે.
 
 
વાસ્તવમાં આ દુકાન મુંબઈના ખારમાં આવેલી છે. આ દુકાનના માલિકનું નામ શેખર ગડિયાર છે. આગામી એપિસોડમાં હવે તમને આ દુકાન ફરી ક્યારેય 
 
જોવા નહીં મળે. કોરોનાકાળમાં બાકી બધાની જેમ આ દુકાનને પણ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું હતું.