1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (19:24 IST)

આ ગામમાં મહિલા સરપંચને ઉપસરપંચ સાથે થયો પ્રેમ

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં જ્યાં મહિલા સરપંચને એ જ ગામના ઉપ સરપંચ સાથે પ્રેમ થઈ ગયો અને ત્યાર બાદ બંનેએ લગ્ન કરીને સાથે રહેવા લાગ્યા. 
 
મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મહિલા સરપંચને તેની સાથે કામ કરનાર ડેપ્યુટી સરપંચ સાથે પ્રેમ થઈ ગયો.  19 ફેબ્રુઆરીએ મહિલા સરપંચ સવિતા આહાકે અને ઉપ સરપંચ દિલીપ ધાંડારેના લગ્ન છત્રપતિ શિવાજી મહારાજની જયંતિના અવસરે થયા હતા. 
 
હવે આ લગ્ન સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. એક વર્ષથી કાંડલી ગ્રામ પંચાપયતના સરપંચ અને ઉપ સરપંચ સાથે મળીને કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને અંતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.