બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 એપ્રિલ 2020 (12:05 IST)

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું નિધન

બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનનું નિધન થઈ ગયુ છે.  મંગળવારે સવારે ઈરફાન બાથરૂમમાં પડી ગયા હતા. તેમણે શ્વાસ લેવામાં પરેશાની અને અચાનક કમજોરીની ફરિયાદ કરી. ત્યારબાદ તેમણે હોસ્પિતલ લઈ જવામાં આવ્યા. હાલ તેમની તબિયતને લઈને વધુ માહિતી નથી મળી શકી.  થોડા દિવસ પહેલા ઈરફાનની માતા સઈદ બેગમનુ જયપુરમાં અવસાન થયુ હતુ. પણ લોકડાઉન અને તબિયત ખરાબ થવાને કારણે ઈરફાન તેમના અંતિમ સંસ્કારમાં જઈ શક્યા નહોતા. તેમણે જયપુરમાં ફેમિલી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. 
 
બે વર્ષ પહેલા બીમારી વિશે ઈરફાનને જાણ થઈ 
ઇરફાનને બે વર્ષ પહેલાં માર્ચ 2018 માં તેમની બીમારી વિશે જાણ થઈ. આ સમાચાર તેણે ખુદ ચાહકો સાથે શેર કર્યા હતા. તેણે ટ્વિટ કર્યું હતું, 'જીવનમાં અચાનક કંઈક એવું થાય છે જે તમને આગળ લઈ જાય છે. મારા જીવનના છેલ્લા કેટલાક દિવસો આવા જ રહ્યા. મને ન્યુરો ઇન્ડોક્રાઇન ટ્યુમર નામની બીમારી થઈ છે. પરંતુ મારી આસપાસના લોકોના પ્રેમ અને તાકાતે મને આશા આપી છે.  રોગની જાણ થયા પછી ઇરફાન ખાન સારવાર માટે લંડન ગયા હતા.  તે ત્યાં લગભગ એક વર્ષ રહ્યા અને ત્યારબાદ તેઓ એપ્રિલ 2019 માં ભારત પરત ફર્યા. 
 
2019માં ઈલાજ કરાવીને પરત ફર્યા 
પાછા ફર્યા પછી, તેમણે રાજસ્થાનમાં તેમની ફિલ્મ 'ઇંગ્લિશ મીડિયમ' નું શૂટિંગ શરૂ કર્યું અને ત્યારબાદ આગળના શેડ્યુલ માટે લંડન જતા રહ્યા હતા. જ્યાં તેમણે ડોકટરો સાથે સંપર્કમાં રહ્યા. . જો કે લોકડાઉનને કારણે ફિલ્મ માત્ર બે દિવસ થિયેટરોમાં ચાલી હતી. ઇરફાને ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થતા પહેલા ચાહકો માટે યુટ્યુબ પર ભાવનાત્મક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું, "નમસ્તે ભાઈઓ અને બહેનો, હેલો. હું ઇરફાન. હું આજે તમારી સાથે છું પણ અને નથી પણ. આ ફિલ્મ 'ઇંગ્લિશ મીડિયમ' મારા માટે ખૂબ ખાસ છે. સાચુ કહુ છુ વિશ્વાસ કરજો.. મારી દિલથી ઇચ્છા હતી આ ફિલ્મને એટલા જ પ્રેમથી પ્રમોટ કરુ  જેટલા પ્રેમથી આ ફિલ્મને બનાવી છે.  પરંતુ, મારા શરીરની અંદર કેટલાક અણગમતાં મહેમાનો બેઠા છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જોઈએ હવે ઊંટ ક્યા પડખુ બદલે છે. જેવુ પણ હશે તમને માહિતી મળી જશે. આમ તો ઈરફાન ડોક્ટરની સલાહ લેવા માટે લંડન આવતા જતા રહે છે.  પણ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા લોકડાઉનને પગલે બધી ઈંટરનેશનલ ફ્લાઈટ્સ રદ્દ છે.  તેથી તેઓ મુંબઈની બહાર ન જઈ શક્યા. 
 
ઈરફાન ખાનાની ખાસ ફિલ્મો અને સન્માન 
 
ઇરફાને 'મકબુલ', 'લાઇફ ઇન એ મેટ્રો', 'ધ લંચ બોક્સ', 'પીકુ', 'તલવાર' અને 'હિન્દી મીડિયમ' જેવી તેજસ્વી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને 'હાસિલ' (નેગેટિવ રોલ), 'લાઇફ ઇન એ મેટ્રો' (બેસ્ટ એક્ટર), 'પાન સિંહ તોમર' (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને 'હિન્દી મીડિયમ' (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમને 'પાનસિંહ તોમર' માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને કલાના ક્ષેત્રમાં દેશનો ચોથો સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી પણ મળી ચુક્યો છે.