રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 8 જુલાઈ 2019 (15:27 IST)

કર્ણાટક પર સંકટ - કોંગ્રેસના 21 મંત્રીઓના રાજીનામા, BJP બોલી અમારો કોઈ હાથ નથી

.  કર્ણાટકમાં એચડી કુમારસ્વામી સરકાર પર સંકટનો મામલો આજે લોકસભામાં પણ ઉઠ્યો. સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌઘરીએ બીજેપી પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો. જવાબમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યુ કે કર્ણાટકમાં જે કંઈપણ થઈ રહ્યુ છે  તેમા તેમની પાર્ટીનો કોઈ હાથ નથી. રાજનાથે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાના બહાને રાહુલ ગાંધી પર તંજ પણ કસ્યો અને કહ્યુ રાજીનામાની શરૂઆત તો રાહુલે કરી હતી. 
 
કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે. જ્યારે એક અપક્ષના ધારાસભ્યે સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લઈ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેનાથી આખો રાજકીય ઘટનાક્રમ એવી રીતે પલટાઈ ગયો છે કે, વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી બહુમતની સ્થિતિમાં આવી ગઈ છે.
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભામાં કુલ 225 સભ્યો છે જેમાંથી એક નિમવામાં આવે છે. મે 2018માં 222 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જ્યારે બાકીની 2 બેઠકો પર ત્યાર બાદ ચૂંટણી થઈ હતી. બીજી બાજુ ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા 105 થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ 80 પર આવી ગઈ છે અને જેડીએસની સંખ્યા 37 હતી. એક એક ધારાસભ્ય અપક્ષ અને બસપાના હતા, જેમણે ગઠબંધન સરકારને સમર્થન આપ્યું હતું. હવે આ એક અપક્ષ ધારાસભ્ય નાગેશે સરકારમાંથી સમર્થન પાછુ ખેંચી લીધું છે.  જ્યારે બસપાના ધારાસભ્યનું સમર્થન હજી પણ યથાવત છે.
 
કોંગ્રેસે બીજેપી પર લગાવ્યો લોકતંત્રની હત્યાનો આરોપ 
 
લોકસભામાં ચૌધરીએ કર્ણાટકના મુદ્દાને ઉઠાવ્યો અને કહ્યુ કે આ સમગ્ર ઘટનાક્રમ પાછળ બીજેપીનો હાથ છે. બીજેપીએ લોકતંત્રની હત્યા કરી રહી છે. લોકસભામાં ચૌઘરીએ કહ્યુ, "એમપી, કર્ણાટક જ્યા અમારી સરકાર છે આ સરકાર તેને તોડવા માટે દલ બદલૂની હરકત કરાવી રહી છે. આ સરકાર ગુપ્ત રીતે ષડયંત્ર રચી રહી છે. આ તેમને પસંદ નથી કે વિપક્ષની સરકાર ક્યાય પણ રહે.  આ ચિંતાની વાત છે. અમારી પાર્ટીના ધારાસભ્યોને મુંબઈના આલીશાન હોટલમાં ઉતારવામાં આવી રહ્યા છે. 
 
આ અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ગઈકાલે મોડી સાંજે અમેરિકાથી બેગલુરૂ પરત ફર્યા. બેંગલુરૂ પહોંચત જ કુમારસ્વામીએ જેડીએસની તત્કાલીન બેઠ્ક બોલાવી. બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસના રાજીનામાં આપનારા ધારાસભ્ય છેલ્લા બે દિવસથી મુંબઈના સોફીટેલમાં અડ્ડો જમાવી રહ્યા છે. મહારાષ્ટ્ર બીજેપીના અનેક નેતા તેમને મળવા પહોંચી રહ્યા છે.  જ્યારે કે કોંગ્રેસના નેતાઓનુ કહેવુ છે કે પોલીસ તમને અંદર આવતા રોકી રહી છે.